Home /News /kutchh-saurastra /

રાજકોટઃ ઉપલેટાના બસસ્ટેન્ડ ચોકમાં દુકાનમાં જ યુવકનો આપઘાત, કેમ ભરવું પડ્યું પગલું?

રાજકોટઃ ઉપલેટાના બસસ્ટેન્ડ ચોકમાં દુકાનમાં જ યુવકનો આપઘાત, કેમ ભરવું પડ્યું પગલું?

આત્મહત્યા કરના યુવકની તસવીર

Upleta crime news: ઉપલેટા શહેરમાં (upleta) બસ સ્ટેન્ડ ચોક ખાતે યુવાને દુકાનમાં આત્મહત્યા કરી હોવાનો (boy suicide in shop) બનાવ સામે આવ્યો છે. પોલીસે યુવાને આપઘાત (suicide) કયા કારણોસર કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

રાજકોટઃ રાજકોટ શહેર (rajkot news) બાદ જીલ્લામાં પણ આપઘાતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગોંડલ શહેર (Gondal news) બાદ ઉપલેટા શહેરમાં (Upleta news) પણ આપઘાતનો (suicide) બનાવ સામે આવ્યો છે. ઉપલેટા શહેરમાં બસ સ્ટેન્ડ ચોક ખાતે યુવાને દુકાનમાં આત્મહત્યા કરી હોવાનો (boy suicide in shop) બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બનાવ અંગે ફરિયાદ નોંધી યુવાને આપઘાત કયા કારણોસર કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉપલેટા શહેરના બસસ્ટેન્ડ ચોકમાં આવેલી દુકાનમાં વૈભવ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધા હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા તાત્કાલીક અસરથી 108 ને જાણ કરવામાં આવી હતી.

તાત્કાલિક અસરથી ઈમરજન્સી સેવા 108ના અધિકારીઓ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખાતે ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

ત્યારે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે કે, આખરે ક્યા કારણોસર યુવાને આપઘાત કરવાની ફરજ પડી. ત્યારે પોલીસ તપાસમાં યુવકના આપઘાત અંગે શું કારણ સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

આ પણ વાંચોઃ-ગોંડલઃ પ્રેમ લગ્નના ત્રણ માસમાં પરિણીતાનો આપઘાત, રાજી ખુશીથી સાસરે વળાવેલી પુત્રીનું મરેલું મોં જોઈ માતાનો કલ્પાંત

ઉલ્લેખનીય છે કે ગોંડલ શહેરના આસ્થા રેસિડેન્સીમાં રહેતી એક પરિણીતાએ પોતાના સાસરિયાઓના ત્રાસના કારણે આપઘાત કરી લીધાનો બનાવ પણ સામે આવ્યો છે. જે બનાવમાં મૃતક પરણિતાની માતા દ્વારા ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા મૃતક પરિણીતાના પતિ ચિરાગ બલદાણીયા તેમજ સાસુ-સસરા અને દિયર ની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બે આરોપીઓએ છરી વડે યુવકના ગુપ્તાંગ ઉપર કર્યો હુમલો, કારણ જાણી ચોંકી જશો

મીડિયા સાથેની વાતચીતમાં મૃતક પરિણીતાના માતાએ જણાવ્યું હતું કે માત્ર ત્રણ માસ પૂર્વે જ રાજીખુશીથી તેમને પોતાની દીકરી ના પ્રેમ લગ્ન ગોંડલ શહેરના આસ્થા રેસિડેન્સીમાં રહેતા ચિરાગ બલદાણીયા નામના આહિર સમાજના યુવાન સાથે કરી આપ્યા હતા. પરંતુ લગ્નના 15 થી 20 દિવસ બાદ મારી પુત્રીને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.
Published by:ankit patel
First published:

Tags: Commited suicide, Crime news, Rajkot News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन