રાજકોટઃ યુવતીએ ઝેર પીધા બાદ પોલીસનો ફોન જતાં યુવકે પણ વખ ઘોળ્યું

News18 Gujarati
Updated: February 13, 2019, 11:23 AM IST
રાજકોટઃ યુવતીએ ઝેર પીધા બાદ પોલીસનો ફોન જતાં યુવકે પણ વખ ઘોળ્યું
પ્રતિકાત્મક તસવીર

યુવતીએ ઘરેથી નાસી જઇ ધ્રાંગધ્રા ચોકડી ખાતે ઝેરી દવા પી લીધાની જાણ થતાં એક યુવકનો ફોન નંબર પોલીને હાથે લાગતા તેને ફોન કરવામાં આવતા સમાજમાં આબરૂ જશે તે બીકથી યુવકે લીંબડી પાસે ઝેરી દવા પીધું હતું.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ રાજકોટ શહેરના નવલનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ ઘરેથી નાસી જઇ ધ્રાંગધ્રા ચોકડી ખાતે ઝેરી દવા પી લીધી હતી. જે બાદમાં એક યુવકનો ફોન નંબર પોલીને હાથે લાગતા તેને ફોન કર્યો હતો. આ કેસમાં પોતાનું નામ આવતા સમાજમાં આબરૂ જશે તે બીકથી યુવકે લીંબડી પાસે ઝેરી દવા પી લેતા તેને પણ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના નવલનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાત ચલાવતા 36 વર્ષીય ભાવેશ સુખાભાઈ બોરીચાએ તેની પડોશમાં રહેતી યુવતીને પાંચ હજાર રૂપિયાની આર્થીક મદદ કરી હતી.

દરમિયાન પોલીસને ભાવેશનો ફોન નંબર મળતા તેને માલવીયા પોલીસ મથકમાં હાજર થવાનો ફોન આવ્યો હતો. આથી ભાવેશ અમદાવાદ નાસી ગયો હતો. અને પરત ફરતી વખતે લીંબડી પાસે ઝેરી દવા પી લીધી હતી. સમાજમાં આબરૂ જવાની બીકે તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ પુત્રે ગળાફાંસો ખાધા બાદ લમણે બંદૂક રાખી પિતાનો આપઘાત

બીજી તરફ યુવતીને નારી સુરક્ષા ગૃહમાં મોકલી આપવામાં આવી છે. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે યુવતી સ્વતંત્ર રીતે જીવવા માંગતી હતી આથી ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી ગઇ હતી.
First published: February 13, 2019, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading