'તું જાતે જ મરી જા નહીં તો હું મારી નાખીશ'

રાજકોટના જંગલેશ્વર વિસ્તારના આ.એમ.સી ક્વાર્ટરમાં રહેતા 20 વર્ષીય યુવકે બુટલેગરની ધમકીના કારણએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે.

News18 Gujarati
Updated: May 30, 2019, 6:05 PM IST
'તું જાતે જ મરી જા નહીં તો હું મારી નાખીશ'
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 30, 2019, 6:05 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતમાં દારૂબંધી છે અને કડક કાયદાઓ પણ છે છતાં પણ ગુજરાતમાં દારૂનો ધંધો મધમધી રહ્યો હોવાના પુરાવા સમાન દારૂ પકડાયાની ઘટનાઓ બનતી રહે છે. બુટલેગરો પણ બેખૌફ બની દારૂનો વેપલો ચલાવી રહ્યા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારના આ.એમ.સી ક્વાર્ટરમાં રહેતા 20 વર્ષીય યુવકે બુટલેગરની ધમકીના કારણએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. મૃતકની માતાએ આરોપી બુટલેગર સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીને જેલ ભેગો કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે આર.એમ.સી ક્વાર્ટરમાં રહેતો 20 વર્ષીય નિલેષ બે ભાઇનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો આધારસ્તંભ હતો. ગત 5ના રોજ બપોરના સમયે ફોન આવતા નિલેષ ઘરેથી નીકળ્યો હતો. થોડીવાર બાદ નિલેષનોરડતા રડતા માતાને ફોન આવ્યો કે આપણ ઘરપાછળ રહેતો સરફરાજ પોતાને માર મારે છે. જલ્દી આવો. હંસાબેન પતિ જયેશભાઇ સાથે દોડી ગયા હતા. જ્યાં બુટલેગર સરફરાઝ માર મારતો હતો.

નિલેષે પોતે પોલીસને દારૂની બાતમી આપતો હોવાની શંકા કરી સરફરાઝ માર મારી તે જ બાતમી આપી છે તેવું કબુલાવવા માંગતો હોવાનું કહ્યું હતું. માર મારવા છતાં નિલેષે બાતમી નહીં આપ્યાનું રટણ કર્યું હતું.

આરોપીએ માર મારી કાં તું જાતે મરી જા નહીં તો હું મારી નાખીશ કરી ધમકી આપતા નિલેષ દોડી સામે જ જઇને ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો હતો. જ્યાં મોત નીપજ્યું હતું. યુવાન પુત્ર ગુમાવવાની વેદના સાથે ફફડી ઉઠેલા પરિવારને પોલીસે આપેલી હિંમત બાદ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...