રાજકોટઃ વિસર્જનમાં જવાનું કહી યુવક તળાવમાં ન્હાવા પડ્યો, ડૂબી જતા મોત

News18 Gujarati
Updated: September 12, 2019, 6:02 PM IST
રાજકોટઃ વિસર્જનમાં જવાનું કહી યુવક તળાવમાં ન્હાવા પડ્યો, ડૂબી જતા મોત
મૃતક દેવાંગની તસવીર

દેવાંગ ગઢવી નામનો યુવાન તેના મિત્રો સાથે ગણપતિ વિસર્જનમાં જવાનું ઘરેથી કહી નીકળ્યો હતો.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટઃ ગણપતિ બાપાની સ્થાપના કર્યા બાદ આજે બાપાના વિસર્જનનો દિવસ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ગણેશ વિસર્જન થઇ રહ્યું છે. રાજકોટમાં (Rajkot) ગણેશ વિસર્જન દરમિયાન કરુણાંતિકા સર્જાઇ હતી. ગણપતિના વિસર્જનમાં જવાનું કહીને નીકળેલા યુવકનું તળાવમાં ન્હાવા પડ્યા બાદ (Boy Drowned)ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારથી રાજકોટ સહિત દેશભરમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં આજે વહેલી સવારથી ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં એક અનિચ્છનીય ઘટના પણ સામે આવી છે. આ વર્ષે વરસાદ સારો થતા લાલપરી તળાવ છલોછલ ભરાઈ ચૂક્યું છે. જેના કારણે પોલીસ અને મહાપાલિકા દ્વારા લાલપરી તળાવમાં ન્હાવા પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-તસવીરોઃ વરસાદ બાદ રોડ પર પડેલા ખાડાઓને રાજકોટ પોલીસે જાતે પૂરી દીધા

તેમ છતાં દેવાંગ ગઢવી નામનો યુવાન તેના મિત્રો સાથે ગણપતિ વિસર્જનમાં જવાનું ઘરેથી કહી નીકળ્યો હતો. જે બાદમાં મિત્રો સાથે લાલપરી તળાવમાં ન્હાવા પડ્યો હતો. જેના કારણે તેનું ડૂબી જતાં મોત નીપજ્યું છે. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: September 12, 2019, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading