ઉપલેટાના પોરબંદર રોડ ઉપર સાઢુએ સાઢુને કુહાડીના પાંચ ઘા માર્યા

News18 Gujarati
Updated: April 30, 2019, 10:35 PM IST
ઉપલેટાના પોરબંદર રોડ ઉપર સાઢુએ સાઢુને કુહાડીના પાંચ ઘા માર્યા
કુહાડીના ઘાથી ઇજાગ્રસ્ત પુરુષ

વિજય સોલંકી નામના યુવકે પોતાના સગા સાઢું ભાયાભાઇ ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો.

  • Share this:
હરિન માત્રાવાડિયા, અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટ ધીમે ધીમે ક્રાઇમ સીટી બનતું જતું હોય એમ જાહેરમાં હત્યાના ગુનાઓ બનતા રહે છે. આવી જ એક ઘટના રાજકોટ ઉપલેટાના પોરબંદર રોડ ઉપર બની છે. જ્યાં પરિવારના અંગત ઝઘડામાં સાઢુંએ સાઢું ઉપર જાહેરમાં કુહાડીના ઘા ઝીંક્યા હતા. કુહાડીના એક નહીં પરંતુ પાંચ પાંચ ઘા મારીને સાઢું ને લોહી લુહાણ કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ઇજાગ્રસ્ત સાઢુંને સારવાર માટે પહેલા ઉપલેટા અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આઅ અંગે ડીવાયએસપીએ તપાસ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી પ્રમાણે ઉપલેટામાં રહેતા વિજય સોલંકી અને તેમના પિતાએ પોરબંદર રોડ ઉપર આજે મંગળવારે રક્તરંજિત ઘટના બની હતી. વિજય સોલંકી નામના યુવકે પોતાના સગા સાઢું ભાયાભાઇ ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો. તો સાથે સાથે વિજય સોલંકીના પિતા પણ ભાયાભાઇને લાકડી વડે મારી રહ્યા છે. વિજય સોલંકીએ ભાયાભાઇ ઉપર કુહાડીના એક નહીં પરંતુ પાંચ પાંચ ઘા માર્યા હતા. અને ત્યાંથી ફરાર થયા હતા.

ઇજાગ્રસ્ત ભાયાભાઇને પહેલા ઉપલેટાની ક્રિષ્ણા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાયાભાઇની સારવાર ચાલી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સગા સાઢું થતાં બંને વચ્ચે વર્ષોથી અંગત આદાવત ચાલી રહી હતી. અને બંને એકબીજા ઉપર હુમલો કરાવાની અનેક ઘટનાઓ બની હતી. પરંતુ આ વખતે વિજય સોલંકીએ જીવલેણ હુમલો કર્યો હતો. બંને ઉપર ફરિયાદો પણ થઇ હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે જાહેરમાં કુહાડીનો ઘા મારનાર વિજય સોલંકી સામે પ્રોહિબિસનનો ગુનો, જાહેરમાં મારા મારીનો ગુનો જેવા ગુનાઓમાં સંડોવાયેલો હતો. મળતી માહિતી પ્રમાણે ડીવાયએસપી જેએમ ભરવાડની અધ્યક્ષતામાં કેસની તપાસ સોંપવામાં આવી છે અને તેમની હેઠળ ટેક્નિકલ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. અને આરોપી પોલીસના હાથવેંત હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે જાહેરમાં કુહાડીનો ઘા મારનાર વિજય સોલંકી સામે પ્રોહિબિસનનો ગુનો, જાહેરમાં મારા મારીનો ગુનો જેવા ગુનાઓમાં સંડોવાયેલો હતો. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા રાજકોટમાં રવિરત્ન પાર્કમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે જેમાં નિર્દયતાથી છરીના ઘા મારવામાં આવ્યા હતા.
First published: April 30, 2019, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading