Home /News /kutchh-saurastra /રાજકોટઃ બૂટલેગર સંજય સોલંકી હત્યા કેસ, મિત્ર વિશાલે જ લોખંડની પ્લેટથી ઉતાર્યો મોતને ઘાટ, જણાવ્યું હત્યાનું કારણ
રાજકોટઃ બૂટલેગર સંજય સોલંકી હત્યા કેસ, મિત્ર વિશાલે જ લોખંડની પ્લેટથી ઉતાર્યો મોતને ઘાટ, જણાવ્યું હત્યાનું કારણ
પકડાયેલા આરોપી અને મૃતકની તસવીર
વિશાલ બોરીસાગરએ સંજયભાઇને કારખાનામાંજ પ્રથમ સંજયભાઇના ગળે છરી રાખેલ બાદ દસ્તો માથાના ભાગે તથા મોઢાના ભાગે મારેલ બાદ લોખંડની પ્લેટ પડેલ હોય જે માથામા મારેલ અને હથોડીથી માથામા ઘા મારેલ હતા.
રાજકોટઃ રાજકોટમાં (Rajkot) ગઇ કાલ શુક્રવારે રાત્રીના એક જાગૃત રાહદારીએ જાહેરાત કરેલ કે રિધ્ધી સિધ્ધીના નાલાથી સાંઇબાબા સર્કલ તરફ જતા રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરીયામા કાચા રસ્તા પર એક અજાણ્યા પુરૂષની લાશ (Man deadbody) પુઠાના બોક્ષમાં પેક કરેલ હાલતમા પડેલ છે, પોલીસને જાણ થતા આજીડેમ પોલીસ (Aaji dame police) સ્થળ પર પહોંચી હતી તેમજ ક્રાઇમ બ્રાન્ચ (crime branch) દ્વારા સ્થાનીક જગ્યાની વિઝીટ કરવામા આવેલ અને જે મરણજનાર ઇસમની લાશ જોતા તેને માથાના ભાગે તથા મોઢાના ભાગે બોથડ હથિયારના ઘા મારી તેની હત્યા કરવામા આવેલ હોવાનુ પ્રથમ દ્રષ્ટીએજ જણાય આવતુ હતું.
મૃતક અજાણ્યો પુરૂષ હોય જેના હાથમા ટેટુ દોરવામા આવેલ હતુ. સમગ્ર મામલે રાજકોટ શહેર આજીડેમ પો.સ્ટે. તથા ક્રાઇમ બ્રાન્ચના પોલીસની અલગ અલગ ટીમ મૃતકની ઓળખ માટે તજવીજ કરવામા આવી હતી જે આરોપીના વર્ણન તથા ટેટુ આધારે તપાસ ચાલુમા હતી તેમજ મૃતદેહ પી.એમ. માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપવામા આવેલ હોય અને જે પોલીસ દ્વારા સ્થાનીક જગ્યાની આજુ બાજુ તપાસ ચાલુમા હોય જે દરમિયાન મરણજનારના ફોટા તથા તેના હાથમા રહેલ ટેટુ આધારે ખાનગીરાહે તપાસ કરવામા આવેલ જે તપાસ દરમિયાન મરણજનાર ઇસમ સંજયભાઇ રાજેશભાઇ સોલંકી હોવાનુ જણાય આવેલ હતું જે દરમિયાન સરકારી હોસ્પીટલ ખાતે મરણજનારના સગા સંબંધીઓ પણ આવી ગયેલ અને લાશ જે સંજયભાઇ રાજેશભાઇ સોલંકીની હોવાનુ તેઓએ પણ ઓળખી બતાવતા જે અંગે આજીડેમ પો.સ્ટે. દ્વારા ફરીયાદ નોંધવામાં આવી હતી.
મૃતક સંજયભાઇ રાજેશભાઇ સોલંકી એકાદ દિવસ અગાઉ તેની હત્યા થયેલ હોવાનુ પ્રાથમીક રીતે જણાય આવતુ હોય જેથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી મૃતકના ઘરેથી કયારે નીકળેલ, કોને કોને મળેલ, તેને કોઇની સાથે કોઇ દુશમની, તેના મિત્રો વિગેરે બાબતોની તપાસ કરી બનેલ બનાવ તથા અજાણ્યા આરોપીઓ બાબતે તપાસ કરવામા આવેલ જેમા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 40 જેટલા અસામાજીક તત્વો તથા ગુન્હાહિત ઇતિહાસ ઘરાવતા ઇસમોને રાઉન્ડઅપ કરવામા આવેલ જે તમામની ઉંડાણપુર્વક પુછપરછ કરવામા આવી હતી.
પુછપરછ દરમિયાન તથા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલ ખાનગી માહિતી આધારે મૃતક સંજયભાઇ રાજેશભાઇ સોલંકીને બે દિવસ અગાઉ વિશાલ વીરેન્દ્રભાઇ બોરીસાગર સાથે સામાન્ય બાબતમાં ઝઘડો થયેલ હોવાનુ જણાય આવેલ. મળેલ માહિતી આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલીક મરણજનાર સાથે ઝઘડો થયેલ તે ઇસમ વિશાલ વીરેન્દ્રભાઇ બોરીસાગર નાઓની તપાસ કરી રાઉન્ડઅપ કરવામાં આવેલ અને જેની ઉંડાણપુર્વકની પુછપરછ દરમિયાન વિશાલ બોરીસાગરએ પોતે મરણજનાર સંજયભાઇ રાજેશભાઇ સોલંકીના મિત્ર હોવાનુ અને બે દિવસ અગાઉ સામાન્ય બાબતમાં બન્નેને ઝઘડો થયો હતો.
બાદ સમાધાન થઇ ગયેલ પરંતુ વિશાલ બોરીસાગરને ફોર્ચ્યુનર હોટલ સામે તીરૂપતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં સબમર્શીબલ પંપના બાઉલ એમ્પીલર બનાવવાનું કારખાનુ હોય જેમા તે વર્કીંગ પાર્ટનર હોય જયા તા.27/05/2021ના રોજ સંજયભાઇ સોલંકી આવેલ અને વિશાલ બોરીસાગરને બેફામ ગાળો દેવા લાગેલ જેથી બોલાચાલી થયેલ જેથી વિશાલ બોરીસાગરએ સંજયભાઇને કારખાનામાંજ પ્રથમ સંજયભાઇના ગળે છરી રાખેલ બાદ દસ્તો માથાના ભાગે તથા મોઢાના ભાગે મારેલ બાદ લોખંડની પ્લેટ પડેલ હોય જે માથામા મારેલ અને હથોડીથી માથામા ઘા મારેલ હતા જેથી સંજયભાઇ લોહીલુહાણ થઇ ગયેલ જે સમયે કારખાનામાં અમીતભાઇ લક્ષ્મણભાઇ કોઠીયા, મુકેશ બાબુભાઇ રોલા, હર્ષરાજ ઉર્ફે હશુ જયેશભાઇ વાઘેલા નાઓ ત્યા કારખાનામા હાજર હતા. અને ઝઘડો થતા આ લોકો જતા રહ્યા હતા.
તા.27/05/2021ના રોજ રાત્રીના વિશાલ બોરીસાગર તેના મિત્ર વીવેક વીઠ્ઠલભાઇ વડારીયા ને સાથે લઇ કારખાને આવેલ જયા સંજયભાઇ સોલંકી લાશ પડેલ હતી તે લાશ એક કોથળામા બન્નેએ ભરેલ અને ત્યા કારખાનામાં લોહી પડેલ હોય જે પાણીથી સાફ કરેલ અને વિશાલ જેઓએ તેના મિત્ર અમીતભાઇ લક્ષ્મણભાઇ કોઠીયા પાસે લાશ બોક્ષમા ભરવા માટે મોટુ બોક્ષ મંગાવેલ જે અમીત આપી ગયેલ બાદ વિશાલ તથા અમીત કોઠીયાએ લાશ બોક્ષમા પેક કરેલ અને જે લાશ કારખાનામા રાખી મુકેલ બાદ તા.28/05/2021ના રોજ ફરી વિશાલ તથા અમીત કારખાને ગયેલ જયા લાશ અમીતની મદદથી વિશાલે પોતાના સફેદ કલરના એકસેસ મોટર સાયકલમા પાછળના ભાગે રાખેલ અને જે દોરીથી બાંધેલ અને જે લાશ બોક્ષમા પેક કરી વિશાલ અવાવરુ જગ્યાએ ફેકવા માટે ગયેલ જે દરમિયાન રિધ્ધી સિધ્ધી નાલાથી આગળ કાચા રસ્તે બોક્ષ બાંધેલ તે પડી ગયેલ જેથી વિશાલ લાશ ત્યાજ મુકી નાશી ગયેલ હોવાની કબુલાત આપેલ જેથી અન્ય આરોપીઓ વિવેક વડારીયા તથા અમીત કોઠીયાની પણ તપાસ કરી રાઉન્ડઅપ કરી તેઓની પણ ઉંડાણપુર્વક પુછપરછ કરતા તેઓએ પણ ગુન્હાની કબુલાત આપેલ.
હત્યાને કઈ રીતે આપ્યો અંજામ મજકુર આરોપી વિશાલ બોરીસાગર તથા મરણજનાર સંજયભાઇ સોલંકી જેઓ મિત્ર હોય જેઓને બનાવ બનેલ તેના બે દિવસ અગાઉ સામાન્ય બોલાચાલી થયેલ હોય જેથી સંજયભાઇ સોલંકી જે વિશાલ સાથે ઝઘડો કરવા તા.27/05/2021ના રોજ બપોરના ચારથી પાંચ વાગ્યાના અરસામા તેના કારખાને ગયેલ જયા બન્નેને બોલાચાલી થતા આરોપી વિશાલ બોરીસાગરએ મરણજનાર ને માથા તથા મોઢાના ભાગે હથોડી, દસ્તો તથા લોખંડની પ્લેટના ઘા મારી ગંભિર ઇજા કરી હત્યા કરી હતી.
" isDesktop="true" id="1100552" >
બાદ વિશાલ બોરીસાગરએ પોતાના મિત્ર વિવેકની મદદથી તા.27/05/2021ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યે કારખાને આવી લાશ કોથળામા ભરી કારખામાં લોહી પાણીથી સાફ કરેલું અને વિશાલ બોરીસાગરએ પોતાના મિત્ર અમીતભાઇ કોઠીયા પાસે લાશ ભરવા મોટુ પુઠ્ઠાનુ બોક્ષ મંગાવ્યું હતું. જે પુઠાના બોક્ષમા વિશાલ તથા અમીતએ લાશ ભરી ત્યા કારખાનામાજ રાખી મુકેલ બાદ તા.તા.28/05/2021 ના રોજ ફરી વિશાલ તથા અમીત કારખાને આવેલ અને કારખાનામા સંજયભાઇ સોલંકીની લાશ કોથળામા ભરેલ પડેલ હોય જે બોક્ષમા ભરેલ અને અમીતની મદદથી લાશ ભર્યો હતો.
બોક્ષ વિશાલએ પોતાના એકસેસ મોટર સાયકલમા પાછળ બાંધેલ અને તે લઇ વિશાલ અવાવરુ જગ્યાએ લાશ સગેવગે કરવા માટે લઇ નીકળેલ જે દરમિયાન રિધ્ધી સિધ્ધી નાલા આગળ કાચા રસ્તે આવતા જયા બોક્ષ એકસેસ મોટર સાયકલમાંથી નીચે પડી જતા વિશાલ ત્યાજ ભરેલ બોક્ષ મુકી ફરાર થયા હતા.