Home /News /kutchh-saurastra /

રાજકોટ : રંગીલું રાજકોટ બન્યું રક્તરંજિત, 10 જેટલા શખ્સોએ મળીને કરી કરપીણ હત્યા

રાજકોટ : રંગીલું રાજકોટ બન્યું રક્તરંજિત, 10 જેટલા શખ્સોએ મળીને કરી કરપીણ હત્યા

રાજકોટના થોરાળામાં બૂટલેગરની હત્યા

Rajkot News : રાજકોટમાં ફરી ખેલાયો ખૂની ખેલ, બૂટલેગરની 10 જેટલા શખ્સોએ મળીને હત્યા કરી નાખી, મૃતકના ભત્રીજાએ કહ્યું 'કાકાએ અગાઉ ગઠિયાને જેલમાં નખાવ્યો હતો'

Rajkot News : રંગીલુ રાજકોટ (Rajkot) વધુ એક વખત રક્તરંજિત (Murder) બન્યુ હોવાની ઘટના સામે આવી છે. રંગીલા રાજકોટમાં બૂટલેગરની (Bootlegger)  હત્યા થતા રાજકોટ ફરી એક વખત રક્તરંજિત બન્યું છે. મંગળવારના રોજ 10 જેટલા શખ્સો દ્વારા પથ્થર તેમજ છરીના (Stabbing)  ઘા ઝીંકી બૂટલેગરની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે થોરાળા પોલીસ (Rajkot Police)  દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારના રોજ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આજી વસાહત નજીક રસના ચિચોડા પર બેઠેલા બુટલેગર ની હત્યા કરવામાં આવી હતી. 10જેટલા વ્યક્તિઓ દ્વારા પથ્થરના ઘા ઝીંકી તેમજ છરીના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવી છે.

મૃતક સલીમ ઉર્ફે સાજીદ પોલીસ ચોપડે ચઢી ચુક્યો છે

સમગ્ર મામલાની જાણ થતાં થોરાળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડી હતી. પોલીસ સુત્રોનું માનીએ તો મૃતક સલીમ ઉર્ફે સાજીદ દારૂના ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

આ પણ વાંચો: રાજકોટમાં ટ્રાફિક પોલીસ કે અધિકારીની હાજરી વગર જ વાહનોનું ટોઇંગ



'એક ગઠીયા ને મારા કાકાએ પોલીસને હવાલે કર્યો હતો'

ત્યારે હત્યા મામલે મૃતકના ભત્રીજા સોયબે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક ગઠીયા ને મારા કાકાએ પોલીસને હવાલે કર્યો હતો. જે તે સમયે પોલીસે ગઠીયા વિરુદ્ધ ફરિયાદ નોંધી તેને જવા દીધો હતો. તે બાબતનો ખાર રાખી તે ગઠીયા સહિતના લોકોએ મંગળવારના રોજ મારા કાકાને પથ્થરના ઘા તેમજ છરીના ઘા ઝીકી તેમની હત્યા નિપજાવી છે.

આ પણ વાંચો :  રાજકોટઃ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનાં ગોરખધંધાનો પર્દાફાશ, મહિલા અને ડૉક્ટર ઝડપાયા

ત્યારે સમગ્ર મામલે થોરાળા પોલીસ દ્વારા આઈપીસીની કલમ 302, 323, 504, 506(2), 120(બિ), 143, 147,  148, 149 તથા જી પી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. તેમજ ઘટનાસ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા છે. ત્યારે થોડા પોલીસના હાથે આરોપીઓ ક્યારે ઝડપાય છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:Jay Mishra
First published:

Tags: ગુજરાતી સમાચાર, રાજકોટ, હત્યા

આગામી સમાચાર