રાજકોટઃ રાજકોટ શહેરના (Rajkot city) થોરાળા પોલીસ સ્ટેશન (thorala police station) વિસ્તારમાં મંગળવારના રોજ મોડી રાત્રે બુટલેગર સલીમ કુરેશીની હત્યાનો (bootlegger murder case) બનાવ સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ (Rajkot crime branch) ઘટનાસ્થળ પર પહોંચી હતી. તાત્કાલિક અસરથી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાની ઘટનામાં સામેલ 6 જેટલા કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત કુલ આઠ જેટલા લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. હત્યાના ગુનામાં સામેલ બહાદુર કિશોર ભાઈ ચૌહાણ તેમજ શૈલેષ કિશોર ભાઈ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે ગુનાના કામે આસિફ ઉર્ફે પોપટ, શાહરૂખ જાકીરભાઈ અમરોલિયા, સાહિલ ફારુકભાઈ ધુમેલિયા સહિતના આરોપીઓની શોધખોળ હજુ શરૂ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આજી વસાહત પાસે મૃતક સલીમ કુરેશી રસ નો ચિચોડો ધરાવે છે. મંગળવારના રોજ એક ભૈયાનો મોબાઇલ ફોન બે જેટલા સગીર દ્વારા ચોરવામાં આવ્યો હતો. દરમિયાન સલીમ કુરેશી દ્વારા બંને સગીર પાસેથી મોબાઇલ લઇના મૂળ માલિકને આવવામાં આવ્યો હતો.
જે બાબતે મૃતક સલીમ કુરેશી દ્વારા પ્લાસ્ટિકના પાઇપ વડે બંને સગીરને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં જુદા જુદા મોટર સાયકલ માં છ જેટલા સગીર સાથે પાંચ જેટલા અન્ય પુખ્ત વયના લોકો પણ ઘસી આવ્યા હતા.
મોબાઈલ ફોનની ચોરી કરનાર બંને સગીરોએ પોતાની સાથે આવનાર વ્યક્તિઓને નામ જો કહ્યું હતું કે બહાદુર મામા, વિકી મામા, શૈલેષ મામા આ ભાઈએ અમને માર માર્યો હતો. ત્યારબાદ ત્રણ જેટલા આરોપીઓએ છરી દ્વારા હુમલો કર્યો હતો તેમજ પથ્થરના ઘા ઝીંકી સલીમ કુરેશીની હત્યા નીપજાવી હતી.
" isDesktop="true" id="1187326" >
પોલીસ સુત્રોનું માનીએ તો મૃતક સલીમ કુરેશી દેશી દારૂનો ધંધો કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ તે પોતે પણ રોજ દારૂ નો નશો કરતો હોવાનું જાણવા મળ્યું છે. તો અગાઉ પણ પોતે પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.