રાજકોટ પોલીસ અમદાવાદથી જે બુટલેગરને લઈ ગઈ તે Corona પોઝિટિવ નીકળ્યો, PSI સહિત 4 કોરન્ટાઈન

રાજકોટ પોલીસ અમદાવાદથી જે બુટલેગરને લઈ ગઈ તે Corona પોઝિટિવ નીકળ્યો, PSI સહિત 4 કોરન્ટાઈન
પ્રતિકાત્મક તસવીર

ભાવનગર રોડ માંડા ડુંગર નજીક રહેતાં ભાવેશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં દોડધામ મચી ગઇ હતી

  • Share this:
રાજકોટ : રાજકોટના ઠેબચડાથી ૭૦ પેટી દારૂ પકડાતા માંડા ડુંગર પાસે રહેતો ભાવેશ ડાભી ૪ માસથી પાસા તળે અમદાવાદ જેલમાં હતો. જે બાદ બીજા ગુનામાં પણ ભાવેશ ડાભીનું નામ ખુલતાં ગઇકાલે તેનો અમદાવાદ જેલમાંથી કબ્જો મેળવ્યો હતો.

નવા નિયમ મુજબ આરોપી ભાવેશનો કોરોના રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો જેનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છે કે અગાવ કિટીપરાની મહિલા બુટલેગરને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પ્ર.નગરના પીએસઆઇ અને ટીમના ૭ કર્મચારી ૭ દિવસથી કવોરન્ટાઇન છે, ત્યાં બીજા પાંચ કર્મચારીને કોરનટાઈન કરવામાં આવ્યા છે.આરોપી બુટલેગર ભાવેશને રાજકોટ પોલીસની ટીમે ગઇકાલે અમદાવાદ સાબરમતિ જેલમાંથી દારૂના ગુનામાં જેનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવ્યો એ ભાવનગર રોડ માંડા ડુંગર નજીક રહેતાં ભાવેશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં દોડધામ મચી ગઇ હતી.

આ શખ્સને કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે પીએસઆઇ સહિત ચારને ફેસિલિટી કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ભાવેશનો ગઇકાલે સાબરમતિ જેલમાંથી કબ્જો મેળવવામાં આવ્યો હતો અને રાજકોટ ક્રાઇમ બ્રાંચ પાસે બેસતી પેરોલ ફરલો સ્કવોડ એસઓજીની ઓફિસમાં તેને લાવવામાં આવ્યો હતો. જેથી આજે ક્રાઈમ બ્રાંચ ની ઓફીસ પણ સેનેટાઈઝ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ ભાવેશ ડાભી ચાર મહિનાથી પાસા તળે અમદાવાદ જેલમાં હતો. તેનામાં કોરોનાને લગતા કોઇ લક્ષણો પણ જોવા મળ્યા નથી. અમદાવાદ જેલમાં ભાવેશ જ્યાં હતો એ બેરેકના કેદીઓ તેમજ જેલ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આ તમામની પણ આરોગ્ય ચકાસણી કરવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:June 03, 2020, 20:31 pm