રાજકોટઃ બૂટલેગરે કોન્સ્ટેબલ જીપ ઉપર ચડાવી, જંપ લગાવી જવાન જીપમાં ચડ્યો, બે કલાકના 'ફિલ્મી સીન' બાદ દારૂ પકડાયો


Updated: October 12, 2020, 4:45 PM IST
રાજકોટઃ બૂટલેગરે કોન્સ્ટેબલ જીપ ઉપર ચડાવી, જંપ લગાવી જવાન જીપમાં ચડ્યો, બે કલાકના 'ફિલ્મી સીન' બાદ દારૂ પકડાયો
બહાદૂર પોલીસ કોન્સ્ટેબલની તસવીર

પોલીસમેનને પછાડી દેવા સર્પાકાર ગાડી હંકારી બે કલાક સુધી અલગ-અલગ દસ ગામડાના રોડ પર ગાડી દોડાવ્યે રાખી હતી.

  • Share this:
રાજકોટઃ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ (Rajkot crime branch) સહિત અલગ અલગ પોલીસ મથકમાં દારૂની હેરફવારી કરતા બુટલેગરો (Bootleggers) પર દરોડા પાડયા હતા. જે દરમિયાન એક દરોડામાં અનોખી ઘટના સામે આવી. ક્રાઇમ બ્રાંચની ટીમે આજીડેમ ચોકડી (Aaji dam chokadi) નજીક બાતમી આધારે દારૂ-બીયરનો જથ્થો ભરેલી બોલેરો પીકઅપ ગાડીને ઘેરી લેતાં તેના ચાલકે આ ગાડી રિવર્સમાં ભગાવી પાછળ ઉભેલા કોન્સ્ટેબને (attack on policeman) પોતાની ગાડી અને પોલીસની કારની વચ્ચે દબાવી દઇ મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ કોન્સ્ટેબલે સમય સુચકતા વાપરી છલાંગ મારી બોલેરો પીકઅપના ઠાઠામાં ચડી જતાં અને પોતે પોલીસ છે એવી ઓળખ આપવા છતાં ચાલકે બોલેરો પીકઅપ ભગાવી મૂકી હતી અને પાછળથી પોલીસમેનને પછાડી દેવા સર્પાકાર ગાડી હંકારી બે કલાક સુધી અલગ-અલગ દસ ગામડાના રોડ પર ગાડી દોડાવ્યે રાખી હતી.

છેલ્લે પોલીસમેને પાછળ પડેલા લોખંડના પાનાથી ગાડીના સાઇડના કાચ ફોડી નાંખવા છતાં તેણે ઉભી રાખી નહોતી. બાદમાં ગોંડલ-રામોદ નજીક કરમાળ પીપળીયાના વળાંકમાં ગાડી રોડ નીચે ઉતરી જતાં અને ઝાડમાં ભટકાતાં ગાડી રેઢી મુકી ચાલક ભાગી ગયો હતો. પોલીસમેનને નાકમાં ફ્રેકચર થતાં દાખલ કરાયા હતાં.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વ્યાજખોરોનો આતંક, પૈસા પાછા લેવા રોજ રૂ.2000ની ચોપડી ચાલું કરી, પોલીસ તપાસ નહીં કરતી હોવાનો આક્ષેપ

જીવના જોખમે તે બે કલાક સુધી પાછળ ઠાઠામાં રહ્યા હતાં. ઝાડમાં ભટકાયેલી પીકઅપ ગાડીમાં પોલીસે તપાસ કરતાં દારૂની 84 બોટલો મળી હતી. જેમાંથી ત્રણ ફુટેલી હતી અને બીયરના 144 ટીન હતાં. આમ કુલ રૂપિયા 42250 નો દારૂ બીયર મળતાં તે તથા ગાડી કબ્જે કરાયા હતાં.

આ પણ વાંચોઃ-સુરતઃ 'તું અહીં કેમ આવે છે, દાદો બનવા માંગે છે', સૂર્યા મરાઠીના વિસ્તારમાં રત્નકલાકાર ઉપર જીવલેણ હુમલોપીકઅપ ગાડીની કેબીનમાંથી રમેશ રાણાભાઇ ગરૈયાના નામનું ડ્રાઇવીંગ લાયસન્સ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડેબીટ કાર્ડ મળ્યા હતાં. તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બહાદુરી બતાવનાર કોન્સ્ટેબલ સ્નેહ ભાદરકાને પોલીસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 3000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું સાથે કોન્સ્ટેબલ સ્નેહ ભાદરકાને ગેલેન્ટ્રી એવોર્ડ માટે નોમિનેટ કરવા  માટેની પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ દારૂની હેરાફેરી માટે બૂટલેગરના ગજબના આઇડિયા પર પોલીસે ફેરવ્યું પાણી, 275 પેટી દારૂ જપ્ત

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે ભાવનગર હાઇવે પર કાળીપાટના પાટીયા પાસે મા આશાપુરા હોટેલ સામેના ભાગે બાતમીના આધારે વોચ રાખી 14,28,000 રૂપિયાનો દારૂનો જથ્થો ભરેલુ સિમેન્ટ કોંક્રિટ મિક્સ કરવા માટેનું મિક્સચર પકડી લઇ રાજસ્થાની શખ્સને ઝળપી પાડ્યો છે.પોલીસે રૂપિયા 9,60,000ની મળી કુલ 275 પેટીઓ રૂપિયા 14,28,000ની એએમડબલ્યુ કંપીનીનું સિમેન્ટ કોંક્રિટ મિકસચર ટેન્કર રૂપિયા 10 લાખનું, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 24,31,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Published by: ankit patel
First published: October 12, 2020, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading