Home /News /kutchh-saurastra /

રાજકોટઃ Diwali ટાણે 7 કરોડનું સોનું લઈ 'બોબી' ફરાર! સોની વેપારીઓની ઉંઘ થઈ હરામ, ફરિયાદ

રાજકોટઃ Diwali ટાણે 7 કરોડનું સોનું લઈ 'બોબી' ફરાર! સોની વેપારીઓની ઉંઘ થઈ હરામ, ફરિયાદ

રાજકોટ પોલીસ વાન ફાઈલ તસવીર

rajkot crime news:રાજકોટ શહેરમાં (rajkot crime news) બોબી નામનો મેન્યુફેક્ચર (Manufacture) સાત કરોડ રૃપિયાનું સોનુ નહીં આપતો હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચને (crime branch) મળી છે.

રાજકોટ: રાજકોટ શહેરમાં (rajkot city) કેટલાક સોની વેપારીઓને (Jewelers merchant) દિવાળીના તહેવારના (Diwali festival) સમયે જ રોવાનો વારો આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. રાજકોટ શહેરમાં (rajkot crime news) બોબી નામનો મેન્યુફેક્ચર (Manufacture) સાત કરોડ રૃપિયાનું સોનુ નહીં આપતો હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચને (crime branch) મળી છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બોબી નામના શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સોની બજારમાં bobbyના નામથી જાણીતા એવા મેન્યુફેક્ચરર દ્વારા નાના-મોટા સોનુ લગભગ 16 કિલો જેટલું સોનું લઈ પરત નહીં આપવાની ઘટના સામે આવી છે. જાણવા મળતી માહિતી મુજબ બોબી ઉપર ફાઇનાન્સરોનું લેણું ચડી ગયું હતું.

જેના કારણે બોબીએ ફાઇનાન્સરને નાણાં ચૂકવવા માટે કેટલાક સોની વેપારીઓના સોનાનો રોલ કરી નાખ્યો હોવાનું હાલ સોની બજારમાં ચર્ચાઇ રહ્યું છે. તેમજ તમામ સોનુ તેને લેણદાર એવા ફાઇનાન્સરોને આપી દીધું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

જે જ્વેલર્સ નો સોનુ ગયું છે તેમાં બે મોટા ગજાના જ્વેલર્સ છે જેમનું લગભગ આઠ કિલોથી પણ વધુનું સોનું બોબી દ્વારા પરત આપવામાં નથી આવ્યું. જ્યારે કે બાકીના બે જેટલા સોની વેપારીઓનું સવા કિલો સોનુ બોબી દ્વારા પરત આપવામાં નથી આવ્યું. જ્યારે કે, અન્ય નાના-નાના વેપારીઓનું 400 થી 800 ગ્રામ સોનું લઈને બોબીએ તેમને પરત નથી આપ્યું.

આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

હાલ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશને તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બાબતની કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. ત્યારે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ?

આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

તેમજ સોની વેપારીઓને તેમનું સોનુ પરત મળે છે કે કેમ? તો સાથે જ બોબી નામના મેન્યુફેક્ચર વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.  ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં અનેક એવા બનાવો સામે આવી ચૂક્યા છે જેમાં પોલીસે ફરિયાદ નોંધવાના બદલે સૌપ્રથમ આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હોય.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

તેમજ આરોપી મળી ગયા બાદ તેમજ મુદ્દામાલ રિકવર થઇ ગયા બાદ પોલીસે ફરિયાદ નોંધી હોય. જ્યારે કેટલાક કિસ્સાઓમાં પોલીસે ફરિયાદ નોંધી અરજીના આધારે જ આરોપીની શોધખોળ શરુ રાખી હોય તેવા પણ કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Diwali 2021, Gujarati News News, Rajkot News

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन