રાજકોટ : દુકાનમાં થયો પ્રચંડ બ્લાસ્ટ, ધડાકાનો અવાજ 10 કિ.મી. સુધી સંભળાયો

રાજકોટ : દુકાનમાં થયો પ્રચંડ બ્લાસ્ટ, ધડાકાનો અવાજ 10 કિ.મી. સુધી સંભળાયો
બ્લાસ્ટને કારણે દુકાન ધરાશાયી.

દુકાનમાં ધડાકાનું કારણ શોધવા રાજકોટ પોલીસે FSLની મદદ માંગી, ધડાકાથી દુકાન ધારાશાયી થઈ હતી.

  • Share this:
રાજકોટ : શહેરના શાપર-વેરાવળ (Shapar-Veraval)માં આજે વહેલી સવારે એક દુકાનમાં પ્રચંડ ધડાકો (Blast in Shop) થયો હોવાની ઘટના સામે આવી હતી. ઘડાકાની સમગ્ર ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થઇ હતી. ધડાકાની તીવ્રતા એટલી બધી હતી કે તેનો અવાજ અંદાજીત 10 કિલોમીટર સુધી સંભળાયો હતો. ધડાકાને કારણે આજુબાજુના વિસ્તારોમાં ડર ફેલાયો હતો. ધડાકો કયા કારણે થયો હતો તેની તપાસ પોલીસ કરી રહી છે. આ મામલે તપાસ માટે એફએસએફ (Forensic Science Laboratory)ની મદદ માંગવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપરમાં મુખ્ય રસ્તા પર આવેલા યોગી કોમ્પ્લેક્ષમાં નીચેની દુકાનમાં અમૂલ દૂધનું વેચાણ કરતા નાનજીભાઈ લક્ષ્મણભાઈ લીંબાસીયા આજે સવારે દૂધના વેચાણ માટે દુકાન ખોલી મંદિરે દર્શન કરવા ગયા હતા. આ સમયે અચાનક જ તેની દુકાનમાં પ્રચંડ ધડાકો થયો હતો. આ ધડાકાથી દુકાન ધરાશાયી થઈ ગઈ હતી તેમજ આજુબાજુની દુકાનોને પણ નુકશાન થયુ હતું.આ પણ વાંચો : ધો-10ના આ વિદ્યાર્થીઓનું પરિણામ આવશે કે કેમ? ઉત્તરવહીઓ રસ્તા પરથી ચીંથરેહાલ મળી

વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટનો અવાજ 10 કિ.મી. સુધી સંભળાતા લોકોમાં ડર ફેલાયો હતો. આ ધડાકો કયા કારણે થયો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. દુકાનમાં ધડાકો થતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો :  રાજ્યસભા ચૂંટણી : ઈનામદાર અને રાઉલજી નારાજ નથી, ક્રોસ વોટિંગ અંગે કર્યો ખુલાસો

બનાવની જાણ થતા સરપંચ ગોવિંદભાઈ રાઠોડ, મામલતદાર તથા શાપર-વેરાવળના એએસઆઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. દુકાનના માલિક નાનજીભાઈ લીંબાસીયાના જણાવ્યા મુજબ ભૂગર્ભમાં આ પ્રચંડ ધડાકો થયો હતો. જેના કારણે તેની દુકાન તથા આજુબાજુની દુકાનમાં નુકસાનન થયુ હતું. આ પ્રચંડ બ્લાસ્ટ કયા કારણે થયો તે જાણવા પોલીસે એફએસએલની મદદ માંગી છે. એફએસએલની તપાસમાં ધડાકાનું સાચું કારણ બહાર આવશે.
Published by:News18 Gujarati
First published:March 18, 2020, 15:12 pm

ટૉપ ન્યૂઝ