Home /News /kutchh-saurastra /

ધોરાજી: જેતપુર રોડ પર આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ, 1નું મોત, 4 ઇજાગ્રસ્ત

ધોરાજી: જેતપુર રોડ પર આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ, 1નું મોત, 4 ઇજાગ્રસ્ત

    રાજકોટ: ધોરાજીના જેતપુર રોડ પર લોખંડ કટિંગ કરતા સમયે અચાનક બ્લાસ્ટ થતાં 1 મજુરનું મોત થયું છે. જ્યારે 4 મજુરો ગંભીરે રીતે દાઝી ગયા છે. જે તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસડવામાં આવ્યા છે.

    ઘટનાની વિગત અનુસાર ધોરાજીના જેતપુર રોડ પર આવેલી અતુલ ફેક્ટરીમાં લોખંડ કટિંગ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં 1 મજુરનું મોત થયું છે. જ્યારે 4 મજુરો ગંભીરે રીતે દાઝી ગયા છે. જો કે સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગને કાબૂમાં લીધી હતી.

    અતુલ ફેક્ટરીના મેનેજીંગ ડાયરેક્ટરે નિવેદન આપતા કહ્યું કે, 'મારી ફેક્ટરી વર્ષોથી બંધી હતી. જેની મશીનલી કોઈ પણ સંજોગોમાં ચાલે તેમ ન હતી. જેથી મે સ્ક્રેપમાં રાજકોટના કોન્ટ્રાક્ટરને અલતાબભાઈને કટિંગ કરીને સ્ક્રેપમાં વેંચી નાખી હતી. ત્યારે તેના માણસો દ્વારા કટિંગ કરતા સમયે અચાનક બ્લાસ્ટ થતાં એક મજુરનું મોત થયું હતું. જ્યારે 4-5 મજુર ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.'
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Dhoraji, રાજકોટ, વિસ્ફોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन