Home /News /kutchh-saurastra /

લોકસભામાં ભાજપની જીતની રીક્ષા ચાલકોને ભેટઃ રાજકોટમાં મફત CNG અપાશે

લોકસભામાં ભાજપની જીતની રીક્ષા ચાલકોને ભેટઃ રાજકોટમાં મફત CNG અપાશે

પ્રતિકાત્મક તસવીર

રાજકોટ પેટ્રોલ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે કે પોતાના પંપ ઉપર સીએનજી રીક્ષામાં મફત ગેસ પુરી આપવામાં આવળશે.

  અંકિત પોપટ, રાજકોટઃ લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતના પગલે રાજકોટમાં રિક્ષા ચાલકોનો અનોખી ભેટ મળી છે. રાજકોટ પેટ્રોલ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે કે પોતાના પંપ ઉપર સીએનજી રીક્ષામાં મફત ગેસ પુરી આપવામાં આવળશે.

  મળતી માહિતી પ્રમાણે રાજકોટ ભાજપ ને મળી લોકસભામાં જ્વલંત સફળતા પેટ્રોલ પંપ એસોસિએશન ના પ્રમુખ ગોપાલ ચુડાસમાનો નિર્ણય પોતાના પંપ પર સીએનજી રીક્ષામાં મફત ગેસ આપવાનું કર્યું શરૂ કર્યું છે. બપોરે 1 કલાકથી મફતમાં ગેસ આપવાની શરૂઆત કરી છે. ક્લિન વિક્ટરી ગ્રીન વિકટરીના સૂત્ર હેઠળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ઓટો રીક્ષા ચાલકોને રીક્ષામાં ફૂટ ટાંકી ગેસ ભરી આપવાનો નિર્ણય કર્યો છે.

  ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાની જીત થઇ છે. મોહલન કુંડારિયાએ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાની કારમી હારનો સ્વાદ ચખાડ્યો હતો. મોહન કુંડાળિયાના વિજયની સાથે જે દેશમાં ભાજપના વિજયનો ખાતું ખુલ્યું છે.

  ઉલ્લેખનીય છે કે, 20-20 વર્ષથી ભાજપની પરંપરાગત બેઠક રહેલી રાજકોટ લોકસભા બેઠક ઉપર આ વખતે બંને પક્ષોએ કડવા પાટીદાર સમાજના ઉમેદવારોને ઉભા રાખ્યા હતો. વાસ્તવિકતા એ છે કે આ બેઠક ઉપર સૌથી વધુ મતદારો લેઉવા પાટીદાર જ્ઞાતિના છે. પાટીદારોના પ્રભુત્વ છતાં 2009માં પાટીદાર મતદારોની આંતરિક હુંસાતુંસીએ ભાજપના કિરણ પટેલને કોંગ્રેસના કુંવરજી બાવળીયા સામે હરાવેલા!
  Published by:ankit patel
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन