Home /News /kutchh-saurastra /

રાજકોટ: રામનાથ મંદિર ખાતે તાલુકા ભાજપ યુવા પ્રમુખની દાદાગીરી! પોલીસે કરવી પડી મધ્યસ્થી, જુઓ LIVE VIDEO

રાજકોટ: રામનાથ મંદિર ખાતે તાલુકા ભાજપ યુવા પ્રમુખની દાદાગીરી! પોલીસે કરવી પડી મધ્યસ્થી, જુઓ LIVE VIDEO

વીડિયો વહેતો થયો.

ભાજપના યુવા પ્રમુખ કરણ લાવડીયાએ જીન્સનું પેન્ટ તેમજ શર્ટ પહેર્યો હતો, આ કારણે તેમને મહાદેવ પર અભિષેક કરવામાં મનાઈ ફરમાવવામાં આવી હતી.

રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આજે મહાશિવરાત્રિ (Mahashivratri)ના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજકોટ શહેરના ગ્રામ્ય દેવતા રામનાથ મંદિર (Ramnath temple) ખાતે રાજકોટ તાલુકા યુવા ભાજપના પ્રમુખ કરણ લાવડીયા (Karan lavadiya)ની દાદાગીરી સામે આવી છે. સત્તાના મદમાં ચૂર એવા રાજકોટ તાલુકા ભાજપના યુવા પ્રમુખ રામનાથ મંદિર માથાકૂટ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ તાલુકા ભાજપના યુવા પ્રમુખ કરણ લાવડીયા આજ રોજ મહાશિવરાત્રિના પર્વ અંતર્ગત રામનાથ મહાદેવના દર્શને ગયા હતા. આ સમયે તેમણે જીન્સનું પેન્ટ તેમજ શર્ટ પહેર્યો હતો. જેના કારણે તેમને મહાદેવ પર અભિષેક કરવામાં મનાઈ ફરમાવી હતી. પૂજારી પરિવાર દ્વારા મનાઇ ફરમાવતા કરણ લાવડીયા ઉશ્કેરાઈ ગયા હતા અને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મચારીએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં બાઈક સ્ટંટનો વધુ એક વીડિયો આવ્યો સામે, યુવક-યુવતીએ ચાલુ બાઇકમાં કરી આવી હરકત-જુઓ વીડિયો



News18 ગુજરાતી દ્વારા કરણ લાવડીયાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમનો પક્ષ જાણવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી તેમનો સંપર્ક થઇ શક્યો નથી. ઉલ્લેખનીય છે કે કરણ લાવડીયાની ફેસબુક પ્રોફાઈલમાં તેઓ પોતે પોતાને રાજકોટ તાલુકા ભાજપના યુવા પ્રમુખ તરીકે દર્શાવે છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટ આવ્યા હતા ત્યારે તેમણે સી. આર. પાટીલનું સ્વાગત કર્યું હોય તે પ્રકારના ફોટા પણ તેમને પોતાની ફેસબુક પ્રોફાઈલમાં અપલોડ કર્યા છે.

આ પણ વાંચો: રાજકોટમાં તસ્કરોનો તરખાટ, ચોરીના LIVE દ્રશ્યો CCTVમાં કેદ, છ દુકાનનાં શટર તૂટ્યાં



આજે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ભક્તો દેવાધિદેવ મહાદેવ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે દૂધ, ઘી, શેરડીનો રસ તેમજ જળની ધારા શિવ શંભુ પર પ્રવાહિત કરી રહ્યા છે. રાજકોટમાં પણ વહેલી સવારથી જુદા જુદા શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. ભક્તો પણ જાણે કે શિવમય બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો રાજકોટ શહેરના જુદા જુદા શિવાલયોમાં જોવા મળી રહ્યા છે.

વહેલી સવારના ચાર વાગ્યાથી તમામ શિવાલયોના દ્વાર ખુલી ચુક્યા છે. જે આવતીકાલે સવારના ચાર વાગ્યા સુધી ધમધમશે. ઠેર ઠેર લોકો બિલ્વપત્ર, તો કોઈ કમળ પુષ્પ અર્પણ કરી રહ્યા છે. ભક્ત ભોળાનાથને પોતાની યથાશક્તિ યથાભક્તિ અર્પણ કરી પોતાની મનોકામનાઓ વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટ શહેરના જુદા જુદા શિવાલયોમાં રાત્રિના 12 વાગ્યે મહાઆરતી થશે. આરતી પૂર્ણ થયા બાદ ક્રમશઃ પ્રહરની પૂજા ફરી એક વખત શિવાલયોમાં શરૂ થશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Mahashivratri, Rajkot BJP, Ramnath Temple, ભાજપ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन