ભાજપના (BJP) રાજયસભા સાંસદ (MP) અભય ભારદ્વાજનું (Abhay Bharadvaj) પહેલી ડિસેમ્બરનાં રોજ 66 વર્ષની ઉંમરે ચેન્નાઈ ખાતે કોરોના (Coronavirus) સારવાર દરમિયાન મોત થયું હતું. કોરોનાથી તેમના ફેફસાને નુકસાન પહોંચ્યું હતુ અને તેની સારવાર માટે ચેન્નાઈ (chennai) ખાતે ખસેડાયા હતા. જયાં તેમનું 56 દિવસની જીવન મૃત્યુની લડાઈ બાદ નિધન થયું હતું. અભય ભારદ્રાજના પાર્થિવદેહને બપોરે અમીન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા છે. અંતિમ દર્શન કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા છે. કાલાવડ રોડ પર આવેલા મોટામૌવા સ્મશાનગૃહ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનોની ઉપસ્થિતિ રહેશે.
ઓગસ્ટમાં કોરોનાથી થયા હતા સંક્રમિત
ગત ઓગષ્ટ માસમા તેઓ કોરોનાથી સંક્રમિત થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ થયા હતા. શરૂમાં તેમની હાલતમા સુધારો થયો હતો. કોરોનાથી મુક્ત થયા પણ ફેફસાને ભારે નુકસાન પહોંચતા સારવાર માટે તેમને ચેન્નાઈ લઇ જવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, અભય ભારદ્વાજનો પાર્થિવદેહ ચેન્નાઈથી રાજકોટ લાવવામાં આવશે. કોવિડ ગાઇડલાઇન પ્રમાણે અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનો જોડાવવાના છે.
એક નખશીખ સજ્જન અને બુદ્ધિજીવી હતા ભારદ્વાજ
અજય ભારદ્વાજ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત મિત્ર હતા. તેઓ રાજકોટ શહેરના જાણીતા વકીલ પણ હતા અને તેમનું પરિવાર આખું ભાજપમાં સામેલ છે. ભારદ્વાજે કાયદાનો અભ્યાસ કર્યો હતો અને વકિલાત કરતા હતા. તેઓ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા હતા. આ સાથે તેઓ પરશુરામ સંસ્થાનના સ્થાપક હતા. તેમના પરિવારમાંથી તેઓ અને ભાઈ નીતિન ભારદ્વાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ લો કમિશનના તેઓ સદસ્ય પણ રહી ચુક્યા છે.
PM મોદીએ ભારદ્વાજને 10 કિલો પુસ્તકો આપ્યા હતા, કહ્યું હતું, 'સારી રીતે અભ્યાસ કરી દિલ્હી આવજો'
યુનિફોર્મ સિવિલ કોડની રચનામાં મહત્વનું યોગદાન
અજય ભારદ્વાજે ભારતના 21માં લો કમિશનમાં સભ્ય તરીકે ટ્રીપલ તલ્લાક, યુનિફોર્મ સિવિલ કોડની રચનામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સાથે એન.આર.આઈ. પતિથી ભારતીય સ્ત્રીઓની સુરક્ષા માટે તેમજ આઈ.પી.સી., સી.આર.પી.સી.માં સુધારા માટે અનેક ઉપયોગી સૂચનો પણ કર્યા છે. આ ઉપરાંત તેઓ પ્રદિપ શર્મા લાંચ કેસ અને જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ખાસ સરકારી વકીલ હતા.
યુગાન્ડામાં થયો હતો જન્મ
મૂળ પૂર્વ આફ્રિકાના યુગાન્ડામાં શિક્ષક દંપતીના ઘરે તા.2-4-1954ના રોજ જન્મેલા અભય ભારદ્વાજે બાળપણમાં યુગાન્ડામાં સિવિલ વોરના પગલે છોડીને તેઓ 1969માં રાજકોટમાં પરિવાર સાથે આવ્યા હતા અને ત્યારથી રાજકોટને જ કર્મભુમિ બનાવી છે. 16 વર્ષની ઉંમરે ગુજરાન ચલાવવા તેઓ પત્રકાર તરીકે કામગીરી કરી હતી. જે બાદ 1980માં તેમણે બી.એ.એલ.એલ.બી.ના શિક્ષણ બાદ વકીલાત શરૂ કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:December 02, 2020, 08:33 am