Home /News /kutchh-saurastra /

રાજકોટ: તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીના ભત્રીજાએ જાહેરમાં કર્યા ભડાકા, જુઓ વાયરલ વીડિયો

રાજકોટ: તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીના ભત્રીજાએ જાહેરમાં કર્યા ભડાકા, જુઓ વાયરલ વીડિયો

જાહેરમાં ભડાકા કરતો યુવાન

Rajkot firing video: વાયરલ થયેલા વીડિયો મામલે પોલીસે ભાજપ આગેવાનના ભત્રીજાની શોધખોળ શરૂ કરી છે. જોકે, હજુ સુધી ભાજપ આગેવાનના ભત્રીજા સુધી પોલીસ પહોંચી શકી નથી. 

રાજકોટ: રાજકોટ શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક આતંક ફેલાવાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા 48 કલાકમાં રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ મથક (Pradyuman Nagar Police Station)માં તેમજ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં લુખ્ખા તત્વોના આતંકની બે જેટલી ઘટના સામે આવી છે. જેમાં તાલુકા પોલીસ મથક (Taluka police station) વિસ્તારમાં આવેલા શાંતિનગરમાં તલવાર તેમજ બેઝબોલના ધોકા સાથે દેખાનાર અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે બીજી તરફ રાજકોટમાં ખુદ ભાજપ આગેવાન (BJP Leader)ના ભત્રીજા દ્વારા ખુલ્લેઆમ ફાયરિંગ (Firing) કરવામાં આવી રહ્યું હોવાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

પોલીસે તપાસ શરૂ કરી

વાયરલ થયેલા વીડિયો મામલે પોલીસે ભાજપ આગેવાનના ભત્રીજાની શોધખોળ શરૂ કરી છે. જોકે, હજુ સુધી ભાજપ આગેવાનના ભત્રીજા સુધી પોલીસ પહોંચી શકી નથી. સતત આવી ઘટનાઓ સામે આવી રહી હોવાથી હાલ એવો ઘાટ ઘડાયો છે કે જાણે રાજકોટ શહેર પોલીસની ધાક ધીમે ધીમે ઓસરી રહી છે.

ભૂમાફિયાના આતંકનો બનાવ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાધે ક્રિષ્ન સોસાયટીમાં ભૂમાફિયાઓનો આતંક સામે આવ્યો હતો. ભૂમાફિયાઓ ના આતંકના કારણે પાટીદાર કારખાનેદાર અવિનાશભાઈ ધુલેશીયાનું સારવાર દરમિયાન મોત પણ નીપજ્યું હતું. સમગ્ર મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: માનસિક વિકૃત યુવાને પોતાના પુત્ર સાથે પ્લે હાઉસમાં ભણતી માસૂમને લિફ્ટમાં માર્યો માર

વૈભવી કારની બાજુમાં ઊભાં ઊભાં ભડાકા કર્યાં

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા મોટેલ ધ વિલેજ પાસે ફોર્ચ્યુનર જેવી દેખાતી કાર પાસે ઊભા રહી એક યુવક ફાયરિંગ કરતો હોય તે પ્રકારનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં હવામાં ફાયરિંગ કરનાર શખ્સ રમેશ ખીમાણીયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ વિભાગમાંથી મળતી માહિતી મુજબ રમેશ ખીમાણીયા વાજડી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: 'આ પાકિસ્તાન થઈ ગયું છે, તમે હિન્દુઓ અહીંથી ભાગી જાઓ'





પોલીસ ખાલી હાથે પરત ફરી!

બનાવ બાદ યુનિવર્સિટી પોલીસ રમેશ ખીમાણીયાના ઘર સુધી પણ દોડી ગઇ હતી. જોકે, રમેશ ખીમાણીયા હાથમાં ન આવ્યો હોવાનું પોલીસનું કહેવું છે. સામાન્ય સંજોગોમાં પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આરોપીઓને શોધી કાઢતી હોય છે. પરંતુ કદાચ ભાજપના આગેવાન વિક્રમ ખીમાણીયાનો ભત્રીજો હોવાના કારણે પોલીસની નીતિ કૂણી બની ગઈ હોવાનું લાગી રહ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Firing, ગુનો, પોલીસ, રાજકોટ, વાયરલ વીડિયો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन