રાજકોટ: ગુપ્ત મતદાન નિયમનો ભંગ, EVM અને VVPATનો VIDEO VIRAL

News18 Gujarati
Updated: April 23, 2019, 12:45 PM IST
રાજકોટ: ગુપ્ત મતદાન નિયમનો ભંગ, EVM અને VVPATનો VIDEO VIRAL
લોકશાહીમાં જે પણ નિયમ હોય તેને પાળવામાં આવે ખુબજ જરૂર છે.

લોકશાહીમાં જે પણ નિયમ હોય તેને પાળવામાં આવે ખુબજ જરૂર છે.

  • Share this:
રાજકોટ: રાજકોટમાં મતદાનનાં વખતે ચૂંટણી નિયમનો ભંગ થયો છે. આજે જ્યારે દેશભરમાં ગુપ્ત મતદાનની જાગૃતિ ફેલાવવામાં આવે છે ત્યારે રાજકોટનાં ભાજપ કોંગ્રેસ બંને પ્રતિસપર્ધીઓનો વીડિયો વાયરલ થયો છે કે તેઓને વોટ મળી રહ્યો છે. ભાજપનાં મોહન કુંડારિયા અને કોંગ્રેસનાં લલિત કગથરાને વોટ મળતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઇ રહ્યો છે. જોકે લોકશાહીનાં આ પર્વનાં નિયમ મુજબ આ રીતે પોતાનાં ગુપ્ત મતદાનનાં નિયમનો ભંગ કરવો યોગ્ય નથી.

એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે અમે આપને જણાવીએ છીએ કે, લોકશાહીમાં જે પણ નિયમ હોય તેને પાળવામાં આવે ખુબજ જરૂર છે.

વર્ષ 2009 અને 2014નું પરિણામ
રાજકોટ બેઠક પર વર્ષ 2009માં પંજાનો હાથ હતો ત્યારે કોંગ્રેસનાં કુંવરજી બાવળીયાએ 24,735 વોટથી સરસાઇ મેળવી હતી. જ્યારે વર્ષ 2014માં ભાજપનાં મોહન કુંડારિયાએ 2,46,228 વોટથી સરસાઇ મેળવી હતી. વર્ષ 2019માં ફરીથી ભાજપે મોહન કુંડારિયામાં વિશ્વાસ દર્શાવ્યો છે અને તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
First published: April 23, 2019, 11:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading