રાજકોટ : લવરમૂછિયા ચોરની કરતૂત CCTVમાં કેદ, કારખાનામાંથી ચૂપચાપ બાઇક ઉઠાવી ગયા!

રાજકોટ : લવરમૂછિયા ચોરની કરતૂત CCTVમાં કેદ, કારખાનામાંથી ચૂપચાપ બાઇક ઉઠાવી ગયા!
કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા બે ચોર

ભરૂડી પાસે આવેલા કારખનાના પાર્કિંગમાં ચોરી કરતા યુવકો સીસીટીવી વીડિયોમાં કેદ, જુઓ ચોરોની હરકત

  • Share this:
રાજકોટ : રાજકોટના ગોંડલ પાસે આવેલા ભરૂડીનું (Bharudi Gondal) નામ પડે કે તુરંત જ નેશનલ હાઇવેના ટોલ નાકાની યાદ આવે. આ ભરૂડીના ટોલ નાકે અનેકવાર બબાલો થતી હોય છે અને તેના વીડિયો (Bharudi video) પણ વાઇરલ થતા હોય છે. જોકે, ભરૂડી આ વખતે ચોરીના કારણે ચર્ચામાં છે. ચોરી કોઈ મોટી ચોરી નથી પરંતુ વીડિયો સામે આવતા ચર્ચાની એરણે છે. અહીંયા આવેલા એક કારખાનામાં લવરમૂછિયાઓએ ચૂપચાપ આવી અને મોટરસાયકલની (Bike Thief) ચોરી કરી લીધી હતી. જોકે, સીસીટીવીના (CCTV Video) એચડી રેકોર્ડિંગથી અછતી ન રહીં

બનાવની વિગતો એવી છે કે ભરૂડ પાસે રવિ ટેકનોકાષ્ટીંગ નામની એક કંપની આવેલી છે. આ કંપનીના પાર્કિગમાં મોટી સંખ્યામાં મોટર સાયકલ પડી રહેલી હોય છે. અહીંયાથી ચોરી થયેલી એક મોટર સાયકલ અને તેના ચોર સીસીટીવી વીડિયોમાં કેદ થઈ ગયા છે. બે લવરમૂછિયાઓ ધોળે દિવસે ચૂપચાપ બાઇક લઈને છૂમંતર થઈ ગયા તેની કોઈને ગંધ આવી નહોતી.આ પણ વાંચો :  ચોટીલા : ધોળે દિવસે લાખો રૂપિયાની ફિલ્મી લૂંટ, પેટ્રોલ પમ્પના કર્મચારીને માર મારી લૂંટારૂ ફરાર, CCTV વીડિયોમાં ઘટના કેદજોકે, એક કહેવત છે કે 'પાપ છાપરે ચઢીને પોકારે' એમ આ ચોરોનું પાપ પણ છાપરે ચઢીને પોકાર્યુ તેમની કરતૂત સીસીટીવી વીડિયોમાં કેદ થઈ ગઈ અને વીડિયો વાયરલ પણ થયો. સીસીટીવી કેમેરાના એચડી જેવા રેકોર્ડિંગમાં એક બે શખ્સો રેકી કરીને પાર્કિંગમાંથી બાઇક ઉઠાવી અને નાસી જતા નજરે પડ્યા હતા. જોકે, આવા તત્વોને કાબૂમાં રાખવા કારખાનાએ જ સિક્યોરિટી રાખવી પડે તેવો ઘાટ સર્જાયો છે ત્યારે હવે આ ચોરોએ અન્ય પણ આ પ્રકારે ચોરી કરી હશે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે.

આ પણ વાંચો :  સુરત : 'સાહેબ અમે દંડ ભરવા તૈયાર છીએ તમે છતાં આવું શા માટે કરો છો,' પોલીસ સાથે માથાકૂટનો Viral Video

સીસીટીવી વીડિયોમાં જે લવરમૂછિયા દેખાઈ રહ્યા છે તે કોણ છે અને ક્યાના છે તે તો ચોરીની ફરિયાદ થાય અને તપાસ કરવામાં આવે ત્યારે જ જાણવા મળશે પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો ફોરવર્ડ થઈ રહ્યો છે. જાણે કે કોઈનો ડર જ ન હોય તેમ આ યુવકોએ બાઇકની ચોરીને કરીને નાસી જવામાં સફળતા મેળવી છે.
Published by:Jay Mishra
First published:February 16, 2021, 17:29 pm

ટૉપ ન્યૂઝ