Home /News /kutchh-saurastra /

'તમે ઉઘાડી લૂંટ કરવા ઊભા છો' કહી રાજકોટમાં ટ્રાફિક પોલીસને ભર્યા બટકાં

'તમે ઉઘાડી લૂંટ કરવા ઊભા છો' કહી રાજકોટમાં ટ્રાફિક પોલીસને ભર્યા બટકાં

પ્રતિકાત્મક તસવીર

ટ્રાફિક પોલીસમેને અટકાવી હેલ્મેટ ન પહેર્યું હોય તેમજ વાહનના કાગળો માંગતા બાઇક ચાલક તમે ઉઘાડી લૂંટ કરવા ઊભા રહો છો. કહી ઝઘડા ઉપર ઉતરી આવ્યો હતો.

    ન્યૂઝ18ગુજરાતીઃ  રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ માટે વાહન ચેકિંગ રોજીંદા માથાકુટનો પર્યાય બન્યું છે. એ.સી. ચેમ્બરોમાં બેસી રોજીંદા સવાર સાંજે બે- બે કલાક વાહન ચેકિંગ ફરજીયાત અને આટલા કેસ તો જોઇએ એવો ટાર્ગેટ આપતા ઉચ્ચ અધિકારીઓને લઇને ફિલ્ટમાં રહેતા પોલીસ કર્માચરીઓ ભોગ બનવું પડે છે. વધુ એક ડખ્ખાની ઘટનામાં રૈયારોડ ઓવરબ્રીજ પાસે બાઇક ચાલકે ટ્રાફિક શાખાના પી.એસ.આઇ. એચ.જે આહિરનો કોલર પકડી ઝપાઝપી બચકા ભરી લઇ ફરજમાં રૂકાવટ કર્યાનો વધુ એક બનાવ પોલીસ દરફતરે નોંધાયો છે.

    પોલીસના સુત્રોની વિગતો મુજબ શુક્રવારે સવારે ટ્રાફિક શાખાના પી.એસ.આઇ. આહિર તથા સ્ટાફ રૈયારોડ ઓવરબ્રીજ પાસે વાહન ચેકિંગમાં હતો. એ દરમિયાન 150 ફૂટ રીંગ રોડ રાધિકા પાર્કમાં રહેતો 25 વર્ષીય સચિન સંજયભાઇ પાઉં નામનો યુવક બાઇક લઇને નીકળ્યો હતો.

    આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગર : TVમાં બ્લાસ્ટ થતાં ઘરમાં આગ લાગી, માતા-પુત્રી ભડથું

    ટ્રાફિક પોલીસમેને અટકાવી હેલ્મેટ ન પહેર્યું હોય તેમજ વાહનના કાગળો માંગતા બાઇક ચાલક તમે ઉઘાડી લૂંટ કરવા ઊભા રહો છો. કહી ઝઘડા ઉપર ઉતરી આવ્યો હતો. ત્યાં હાજર પી.એસ.આઇ. એચ.જે. આહિરનો કોલર પકડી લઇ ઝપાઝપી કરીને વિખોળીયા ભરી લીધા હતા. અન્ય વાહનચાલકો રાહદારીઓ એકઠા થઇ ગયા હતા. પોલીસ સાથે બદહકરત કરીને ફરજ રૂકાવટ કરનાર ઇસમ સચિનને ઝડપી પાડ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Fight, Saurashtra, રાજકોટ

    આગામી સમાચાર