રાજકોટ : વાહન ચાલકને અટકાવવ્યો તો 'પોલીસની પોલ' છતી કરી, Live વીડિયો Viral

રાજકોટ : વાહન ચાલકને અટકાવવ્યો તો 'પોલીસની પોલ' છતી કરી, Live વીડિયો Viral
રાજકોટમાં પોલીસના નંબર પ્લેટ વગરનાં વાહનોને લઈને થઈ બબાલ યુવકનો વીડિયો વાયરલ

રાજકોટ શહેરના (Rajkot) સાંઢિયા પુલ નજીક આવેલ બગીચા પાસે નો એક વીડિયો (Video) હાલ સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થઇ રહ્યો છે

  • Share this:
રાજકોટ શહેરના (Rajkot) સાંઢિયા પુલ નજીક આવેલ બગીચા પાસે નો એક વીડિયો (Video) હાલ સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થઇ રહ્યો છે. વીડિયોમાં વાહનચાલક પોલીસ કર્મચારીઓ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો ના વાહન બતાવે છે. જે વાહનોમાં જાતિ આધારિત લખાણ લખવામાં આવ્યા છે તેમજ કેટલાક વાહનોમાં નંબર પ્લેટ લખાણ વગરની હોવાનું સામે આવ્યું છે. તો કેટલાક વાહનોમાં નંબર પ્લેટ જ ન હોવાનું સામે આવ્યું છે.

ત્યારે વીડિયોમાં વાહનચાલક પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવી રહ્યો છે કે, એક તરફથી નંબર પ્લેટ વગરના કે ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનચાલકોને પોલીસ દંડ ફટકારી રહી છે. બીજી તરફ સાંઢિયા પુલ પાસે આવેલા બગીચા પાસે ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને રોકી તેમની પાસેથી જરૂરી કાગળિયા તેમજ ટ્રાફીક નિયમનનો ભંગ બદલ દંડ ફટકારવામાં આવી રહ્યો હતો. આ સમયે ટ્રાફિક નિયમનનું પાલન કરાવનારા તેમજ દંડ ફટકારનારા પોલીસ અધિકારીઓ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો ના વાહનો પણ ત્યાં બાજુમાં પડેલા હોય. તે વાહનો બતાવતા યુવકે બનાવ્યો હતો. યુવકે બનાવેલ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે પોલીસ (Police Vehicles Without Number Plate) લખેલી ગાડીમાં કોઈપણ પ્રકારની નંબર પ્લેટ નથી. તો એક વાહનમાં તો નંબર પ્લેટ માં કોઈપણ જાતનું લખાણ ન હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કે એક વાહનમાં જાતીય આધારિત લખાણ લખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.આ પણ વાંચો : સુરત : જીવતો વીજતાર તૂટી મહિલાના ગળે વીંટળાઈ ગયો, પતિ-બાળકોની નજર સામે કરૂણ મોત

ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા લોકોને જ્યારે ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડિત કરવામાં આવે છે. ત્યારે લોકો પણ પોલીસ પાસેથી તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો પાસેથી એટલી જ આશા રાખે છે કે તેઓ પણ ટ્રાફિક નિયમો નું પાલન કરે. તેઓ પણ પોતાની નંબર પ્લેટ સામાન્ય નાગરિકોની જેમ જ નિયમ અનુસાર લગાડે. પીયુસી સહિતના કાગળિયા ઓ ડ્રાઇવિંગ કરતા સમયે પોતાની સાથે રાખે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક આવા વિડિયો રાજકોટ શહેરના વાઇરલ થયા છે. જે વીડિયોમાં પોલીસ અધિકારી તેમજ જવાન જે વાહન હંકારી રહ્યાં હોય છે તે વાહનમાં નંબર પ્લેટ ન હોવાનું સામે આવ્યું હતું. ભૂતકાળમાં જે.સી.પી કક્ષાના અધિકારી સિદ્ધાર્થ ખત્રી દ્વારા વાયરલ થયેલ વિડિયો માં અનેક લોકોને ફરજ મુક્ત કરાયા હતા.

આ પણ વાંચો : રાજકોટ : સિટી બસનાં ડ્રાઇવર-કંડક્ટરની દાદાગીરીનો Viral Video, વાહનચાલકને ઢીબી નાખ્યો

આમ, વાયરલ થયેલા વિડિયો માં પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારી પણ દેખાઇ રહ્યા છે. યુવક જ્યારે તેમને કહી રહ્યો છે કે, તમારા સ્ટાફ ની ગાડી માં પણ નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવ્યા છે. ત્યારે પીઆઈ કક્ષાના અધિકારી યુવકને કહેતા નજરે પડી રહ્યા છે કે વિડીયો ઉતારી લો.
Published by:Jay Mishra
First published:April 05, 2021, 21:22 pm

ટૉપ ન્યૂઝ