પર્યાવરણ બચાવોનાં સંદેશ સાથે રાજકોટમાં સાયકલ રેલી યોજાઇ

News18 Gujarati
Updated: June 3, 2019, 11:51 AM IST
પર્યાવરણ બચાવોનાં સંદેશ સાથે રાજકોટમાં સાયકલ રેલી યોજાઇ
રાજકોટમાં સાયકલ રેલી યોજાઇ હતી

આ પહેલા રાજકોટ સાયકલ ક્લબ દ્વારા સૌરાષ્ટ્રની મોટી સાયક્લિંગ ઇવેન્ટ ગયા વર્ષે જાન્યુઆરીમાં યોજી હતી.

  • Share this:
રાજકોટ: વાહનોનો વધતો જતો ઉપયોગ, વૈશ્વિક તાપમાનમાં ઉત્તરોત્તર થતો જતો વધારો, ગ્રીન હાઉસ ઇફેક્ટ આ બધી સમસ્યાઓ થી સામાન્ય તાપમાન 45 ડિગ્રી ને પાર જતું જાય છે.

બપોરે 2 થી 6 ઘર ની બહાર નીકળવું અશક્ય થતું જાય છે. આ પરિસ્થિતિમાં સુધારો લાવવા રાજકોટ સાયકલ કલબના સભ્યો દૈનિક જરૂરિયાતો માટે શક્ય હોય ત્યાં સુધી સાયકલનો ઉપીયોગ કરે છે.

લોકોમાં પર્યાવરણ માટે જાગૃતિ લાવવા માટે 2 જૂનનાં રોજ રાજકોટ સાયકલ કલબ આયોજિત તથા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રોટરી મિડટાઉન લાયબ્રેરીના સભ્યગણ, રાજકોટ પોલીસ, રાજકોટ રનર્સના સહયોગથી રાજકોટ શહેરમાં રાત્રી ના 9 કલાકે 30-35 કિમિ ની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં મુખ્ય મહેમાનો સાયકલિંગ મેયર દિવ્યેશ અઘેરા, રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની તથા એમના સ્ટાફ મેમ્બર્સ જોડાયા હતા. 100 કરતા વધારે સાયકલીસ્ટ ઉત્સાહભેર આ રેલીમાં જોડાયા હતા. રાજકોટ ના વિવિધ જગ્યાઓએ થી પસાર થઈ દરેક એ એવધુ ને વધુ લોકો સાયકલ ચલાવવા માટે પ્રેરાય એ સંદેશો આપ્યો હતો.

રાજકોટ સાયકલ કલબ ને ચાર વર્ષ પૂર્ણ થતાં કલબ ના દરેક સભ્યો એ 30 કી.મી સીટી સાયકલિંગ રાઈડ માં ભાગ લઈ અને ઉજવણી કરી હતી. સાયકલિંગ નું એક આગવું કલચર ડેવલોપ કરવા માં રાજકોટ સાયકલ કલબ નો સિંહ ફાળો છે. આ પ્રકાર ની બીજી ઘણી ઇવેન્ટ્સ કરી અને લોકો સાયકલિંગ પ્રત્યે જોડાય એવો સંદેશ આપવા કલબ તત્પર છે.

આ પહેલા રાજકોટ સાયકલ ક્લબ દ્વારા સૌરાષ્ટ્રની મોટી સાયક્લિંગ ઇવેન્ટ ગયા વર્ષે જાન્યુઆરીમાં યોજી હતી. રોટરી મિડટાઉન લાયબ્રેરી સંચાલિત રાજકોટ સાયકલ ક્લબ અને રાજકોટ મહાનગરપાલિકાનાં સંયુક્ત ઉપક્રમે જાન્યુઆરી માસમાં આ સાઇક્લિંગ ઇવેન્ટ યોજાઇ હતી.
First published: June 3, 2019, 11:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading