Home /News /kutchh-saurastra /

NSD અને RMC દ્વારા રાજકોટમાં ‘ભારત રંગ મહોત્સવ’ 13 ફેબ્રુ.થી આયોજન

NSD અને RMC દ્વારા રાજકોટમાં ‘ભારત રંગ મહોત્સવ’ 13 ફેબ્રુ.થી આયોજન

રાજકોટમાં ‘ભારત રંગ મહોત્સવ’ 13 ફેબ્રુ.થી આયોજન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૩ થી ૧૯ ફેબ્રુઆરી,૨૦૧૯ દરમ્યાન રાજકોટના આંગણે ૨૦માં "ભારત રંગ મહોત્સવ"-૨૦૧૯નું ભવ્ય અને રંગારંગ આયોજન કરવામાં આવનાર છે

  ન્યૂઝ18 ગુજરાતી: ભારત સરકારનાં સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય, નવી દિલ્હી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૩ થી ૧૯ ફેબ્રુઆરી,૨૦૧૯ દરમ્યાન રાજકોટના આંગણે ૨૦માં "ભારત રંગ મહોત્સવ"-૨૦૧૯નું ભવ્ય અને રંગારંગ આયોજન કરવામાં આવનાર છે.

  રાજકોટના રૈયા રોડ પર સ્થિત પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય સ્તરના આ "ભારત રંગ મહોત્સવ"માં ભારતમાંથી કુલ ચાર અલગ અલગ નાટ્ય સંસ્થાઓ અને વિશ્વ કક્ષાના ત્રણ કલા મંડળો રશિયા, રોમાનિયા અને શ્રીલંકામાંથી ભાગ લેવા પધારી રહયા છે. આ કલા મંડળો પોતપોતાની નાટ્ય કૃતિઓ પ્રદર્શિત કરી સૌ કલાપ્રેમીઓના મન જીતી લેશે.

  રાજકોટ માટે સૌ પ્રથમ “ભારત રંગ મહોત્સવ” નં આયોજન કરેલું છે. આ માધ્યમથી રાજકોટના નાના બાળકો સુધી સંસ્કૃતિ પહોંચાડવામાં આવશે. આ પહેલથી આપણા બાળકોને નવી પહેલ મળશે. સ્માર્ટ સિટી સાથે આપણી સંસ્કૃતિ પણ જાળવવીએ આપણી ફરજ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલા ઓડીટોરીયમનો પણ ચાર્જ વસુલ કરવામાં આવે છે. રાજકોટના યુવાઓને આ પહેલ ગમશે. બધા આર્ટિસ્ટસાત દિવસ રાજકોટ રોકશે, કોઈને પણ આર્ટિસ્ટને મળવું હશે તો દિવસે પણ મળી શકશે, અને આ ડ્રામા જાહેર જનતા માટે ફ્રી રાખવામાં આવે છે.

  આ પણ વાંચો: બારડોલી: કેમિકલ ટેન્કર ખાલી કરતાં ત્રણ લોકોનાં શ્વાસ રૂંધાયા, બેનાં મોત

  રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના એસોસિએટ પ્રોફેસર અભિલાષ પિલ્લેએ પત્રકારોને વધુ માહિતી આપતા જણાવેલું કે, મહાત્મા ગાંધીજીનું બાળપણ રાજકોટમાં વીત્યું છે અને તેમની ૧૫૦મી વર્ષગાંઠનાં ઉપલક્ષ્યમાં આ મહોત્સવમાં ૪ ખાસ નાટકો સામેલ કરવામાં આવ્યા છે, જે મહાત્મા ગાંધીના સિદ્ધાંતો અને તેમના જીવન પા આધારિત છે. NSD પહેલા માત્ર દિલ્હીમાં જ હતી જયારે હવે ભારતભરમાં ત્રણ જગ્યાએ બ્રાંચ ખોલવામાં આવી છે.

  આ મહોત્સવના પાસ જનતા માટે ફ્રી રાખવામાં આવ્યા છે. જેનું વિતરણ તારીખ: ૧૦-૦૨-૨૦૧૯ થી શરૂ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાનાં અમીન માર્ગ પર આવેલ સિવિક સેન્ટર અને શ્રોફ રોડ પર આવેલ લાઇબ્રેરીએથી સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા દરમ્યાન અને સાંજે ૪:૩૦ થી ૭:૦૦ વાગ્યા સુધી વાગ્યા સુધી વિતરણ કરવામાં આવશે. ઉપરાંત નાટક પૂરું થયે ત્યાંથી પણ આગળનાં દિવસના નાટકના પાસ મેળવી શકશે, અને ડેઈલી પાસ વિતરણ કરવામાં આવશે.

  નેશનલ સ્કુલ ઓફ ડ્રામા દુનિયાના સૌથી અગ્રણી થીયેટર તાલીમ સંસ્થાઓમાંથી એક છે અને ભારતમાં આ પ્રકારની પેહલી સંસ્થા છે. ૧૯૫૯માં સંગીત નાટ્ય એકેડમીની સ્થાપના પોતાના એક રંગરૂપથી કરવામાં આવી હતી. ૧૯૭૫માં આ એક સ્વતંત્ર સંસ્થા બની અને સોસાયટી રજીસ્ટ્રેશન અધિનિયમ ૨૧ માં એક સ્વાયત સંસ્થાના રૂપમાં રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયની સ્થાપના કરી હતી, જેને ભારત સરકારની સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સંપૂર્ણ નાણાં પુરા પાડવામાં આવે છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: RMC, Schedule, રાજકોટ

  આગામી સમાચાર