Home /News /kutchh-saurastra /

રાજકોટઃ ધોરાજી ખાતે આવેલો ભાદર-2 ડેમ ઓવરફ્લો

રાજકોટઃ ધોરાજી ખાતે આવેલો ભાદર-2 ડેમ ઓવરફ્લો

પ્રતિકાત્મક તસવીર

    સૌરાષ્ટ્રમાં યથાવત રહેલી મેઘમહેરને કારણે ધોરાજી ખાતે આવેલો ભાદર-2 ડેમ એવોરફ્લો થઈ ગયો છે. ડેમની કુલ ઊંચાઈ 51 ફૂટ છે. હાલ ડેમના બે દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. ડેમમાં દર કલાકે 1329 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી હાલમાં 1400 ક્યુસેક પાણી છોડવામાં આઅવી રહ્યું છે.

    અમરેલીઃ વડીયાનો સુરવો ડેમના દરવાજા ખોલાયા

    અમરેલીમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે વડીયા ખાતે આવેલા સુરવો ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરી દીધા છે.

    સુરવો ડેમ


    જામનગરઃ ઉંડ-4 ઓવરફ્લોની તૈયારીમાં

    જામનગર જિલ્લામાં ઉંડ નદી પર આવેલો ઉંડ-4 ડેમ મેઘમહેરને કારણે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. તંત્રએ નીચાણવાળા ગામોને એલર્ટ કરી દીધા છે, તેમજ લોકોને નદીના પટમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જિલ્લાના કાલાવડ તાલુકાનો બાલંભડી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

    સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો

    નર્મદા ખાતે આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે. હાલ ડેમમાં 17615 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી 111.11 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની આવક વધવાને કારણે હાલ આઈબીપીટી ટનલમાંથી છોડવામાં આવેલું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, તેમજ એક પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યું છે. પાવર હાઉસ ચાલુ થતાં જ વીજ ઉત્પાદન શરૂ થઈ ગયું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bhadar dam, IMD, NDRF, Overflow, Rajkot district, રાજકોટ, વરસાદ

    આગામી સમાચાર