Home /News /kutchh-saurastra /

Rajkot: પાણી ચોરી કરનારાઓ સાવધાન, મ્યુ. કમિશ્નરે બનાવ્યો એક્શન પ્લાન

Rajkot: પાણી ચોરી કરનારાઓ સાવધાન, મ્યુ. કમિશ્નરે બનાવ્યો એક્શન પ્લાન

પાણી ચોરી કરનારાઓ સાવધાન, મ્યુ. કમિશ્નરે બનાવ્યો એક્શન પ્લાન

ઉનાળામાં (Summer) પાણી ચોરી (Water theft) કરનારાઓ ઉપર આકરા પગલાં લેવામાં આવનાર છે. તે માટે મ્યુનિસિપલ કમિશ્નર (Municipal Commissioner) અમિત અરોરા (Amit Arora) એક્શન મોડ (Action mode) માં આવ્યા છે.

  મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : ઉનાળામાં (Summer) પાણી ચોરી (Water theft) કરનારાઓ ઉપર આકરા પગલાં લેવામાં આવનાર છે. તે માટે મ્યુનિસિપલ કમિશ્નર (Municipal Commissioner) અમિત અરોરા (Amit Arora) એક્શન મોડ (Action mode) માં આવ્યા છે. પાણી લોસ 9 ટકાથી ઘટાડી 5 ટકા સુધી લાવવા લક્ષ્ય હાંસિલ કરવામાં આવશે. પાણીચોરી(Water theft) કરનારાને રૂ .2000સુધીનો દંડ (Rs.2000 fine) તેમજ ભૂતિયા નળ લેનારા (Haunted tap takers) ઉપર જરૂર પડ્યે પોલીસ કેસ (Police case) પણ કરવામાં આવનાર હોવાનું તેમજ ફળીયા ધોવા સહિતના બગાડ કરનારાને સ્થળ પર રૂા.250 નો દંડ પણ ફટકારવામાં આવનાર છે. અને ઉનાળામાં કોઇપણ ભોગે પાણીચોરી રોકવા 18 વોર્ડમાં 123 અધિકારીને (123 officers in 18 wards) ફરજ સોંપવામાં આવી છે. રાજકોટમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં પાણી મળી રહ્યા હોવાથી વિતરણ અંગે કોઈ મુશ્કેલી નથી. પરંતુ ઉપલબ્ધ જળનો જથ્થો બચાવવાની જરૂર સમજીને કમિશ્નર અમિત અરોરાએ 18 વોર્ડમાં પાણીચોરી સામેનું ચેકીંગ (Checking) શરૂ કરાવ્યું છે.

  મનપા કમિશ્નર દ્વારા જણાવ્યું હતું કે , શહેરના જળ સ્ત્રોતોમાં પાણી પુરવઠાની ઉપલબ્ધિ મર્યાદિત પ્રમાણમાં છે. આ માટે ભૂતિયા કનેકશન, ડાયરેકટ પમ્પીંગથી પાણીચોરી અટકાવવી જરૂરી છે. આ માટે ઘરે ઘરે સઘન ચેકીંગ ઝુંબેશ કરવામાં આવશે. ત્રણે ઝોનમાં સવાસો જેટલા અધિકારીઓએ ત્રણ આસી. કમિશ્નરને દૈનિક રીપોર્ટીંગ કરવાનું છે. જેમાં વેસ્ટ ઝોનમાં એસ.જે.ધડુક, સેન્ટ્રલમાં એચ.આર.પટેલ તેમજ ઇસ્ટમાં વી.એસ. પ્રજાપતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો: સુરત કાપડ બજારમાં શ્રીલંકાની આર્થિક કટોકટીની અસર દેખાઇ, વેપારીઓને કરોડોનું નુકસાન

  વધુમાં જાણવાનું કે , બીજી વખત પકડાયેલા ગેરકાયદે નળ કનેકશનના કિસ્સામાં .પાંચ હજારનો વહીવટી ચાર્જ વસુલી આસામી સામે પબ્લીક પ્રોપર્ટી ડેમેજ તેમજ પાણીચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. જો બીજી વખત એક જ આસામી પાણીનો બગાડ કરતા માલુમ પડશે તો આવા આસામીનું નળ કનેકશન કાપી નાખવા સુધીના પગલાં લેવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સાથે દુષિત પાણીની ફરિયાદ દુર થાય તે માટે ટીમે કલોરોસ્કોપ સાથે રાખી ગુણવત્તાની ચકાસણી પણ કરવાની રહેશે. રાજકોટમાં ફળીયા ધોવા, વાહન સાફ કરવા કે ઉનાળામાં શેરીઓમાં પણ પાઇપ વાટે પાણીનો બગાડ ઘણા આસામીઓ કરતા રહે છે. આવા લોકોને સ્થળ પર રૂા.250 નો દંડ કરવામાં આવશે.

  આ પણ વાંચો: રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ, ખેડૂતોની ચિંતામાં થયો વધારો

  18 વોર્ડમાં વોર્ડ એન્જી., આસી. મેનેજર, એટીપી, વોર્ડ ઓફિસર, અધિક મદદનીશ ઇજનેર, વર્ક આસી.અને એસઆઇને ટીમમાં લેવાયા છે. દરેક ટીમમાં વોર્ડ એન્જીનીયર પાણીચોરી પકડવાની ટીમના લીડર રહેશે. આ સાથેનું ચેકીંગ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. અને પાણીચોરી કરનારા સામે કડક પગલાની સૂચના અપાઇ છે. તેમજ ડાયરેકટ પમ્પીંગના કેસમાં આસામીઓની મોટર જપ્ત કરીને રૂા. બે હજાર દંડ લેવાશે. ચાર દિવસમાં દંડ ન ભરે તો નળ કનેકશન કપાશે. કોઇપણ આસામી બીજી વખત ડાયરેકટ પમ્પીંગ કરતા પકડાઇ તો જપ્ત કરાયેલી ઇલે. મોટર પરત નહીં અપાય અને આવા આસામીઓનું નળ કનેકશન કાપી નાખવામાં આવશે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Rajkot city, RMC, રાજકોટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन