રાજકોટના મેયર પદે બીનાબેન આચાર્ય, ડે. મેયર પદે અશ્વિન મોલિયાની વરણી

News18 Gujarati
Updated: June 15, 2018, 11:41 AM IST
રાજકોટના મેયર પદે બીનાબેન આચાર્ય, ડે. મેયર પદે અશ્વિન મોલિયાની વરણી
બીનાબેન આચાર્ય

  • Share this:
ગુરુવારે અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરપાલિકા માટે મેયર સહિતના હોદેદારોની જાહેરાત બાદ આજે રાજકોટના મેયર તેમજ હોદેદારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરના મેયર પદે બીનાબેન આચાર્યની વરણી કરવામાં આવી હતી. જ્યારે ડે. મેયર તરીકે અશ્વિન મોલિયાની વરણી કરવામાં આવી હતી, તો સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે ઉદય કાનગડની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે દલસુખ જાગાણીની પસંદગી કરવામાં આવી છે.

રાજકોટને ક્લિનસીટી બનાવીશઃ બીનાબેન આચાર્ય

મહિલા મેયર તરીકે પસંદગી પામ્યા બાદ બીનાબેન આચાર્યએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "શહેરની મહિલાઓ પગભર થાય તે માટે હું વિશેષ ધ્યાન આપીશ. આ ઉપરાંત રાજકોટને ક્લિનસીટી બનાવવા ઉપર પણ વધારે ધ્યાન આપવામાં આવશે." નવા પસંદગી પામેલા મેયરે વધુમાં કહ્યું હતું કે, "શહેરમાં જળસંચય ઉપર મોટું કામ થયું છે, આવનારા દિવસોના રાજકોટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરવામાં આવશે."

જામનગરના મેયરનો તાજ હસમુખ જેઠવાના શીરે

જામનગર મહાનગરપાલિકા માટે આજે મેયરના નામની જાહેરાત કરવામાં આવી હતી. હસમુખ જેઠવાની જામનગરના નવા મેયર તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કરશન કરમુરની વરણી કરવામાં આવી છે. આ  ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે સુભાષ જોષી તેમજ દંડક પદે જડીબેન સરવૈયાની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે દિનેશ અકબરીની વરણી કરવામાં આવી છે.
First published: June 15, 2018, 10:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading