ગોંડલમાં સતત 18 દિવસ સુધી ચાલશે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો દિવ્ય સત્સંગ

News18 Gujarati
Updated: October 24, 2018, 7:49 PM IST
ગોંડલમાં સતત 18 દિવસ સુધી ચાલશે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો દિવ્ય સત્સંગ
મહંત સ્વામી, ગોંડલ

આશરે 25000 જેટલા ભક્તોનો સમાવેશ થઈ શકે તેવા વિશાળ ગ્રાઉન્ડની હરિભક્તો અને કાર્યકરો દ્વારા તૈયારી કરવામાં આવી છે.

  • Share this:
શરદ પૂર્ણિમા, દીપોત્સવી અને અન્નકૂટ ઉત્સવ ઉજવવા માટે બી.એ.પી.એસ.ના વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજ ગોંડલને આંગણે પહોંચી ગયા છે.

ગોંડલના અક્ષર મંદિરે તેમનું ખૂબ જ ભવ્યતા પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુકુળના બાળકોએ બેન્ડ દ્વારા અને નાના-નાના ભૂલકાઓએ દેવ બાળકો બની પુષ્પો દ્વારા મહંત સ્વામીને વધાવ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી તારીખ 9 નવેમ્બર 2018 સુધી ગોંડલ ખાતે રહી અને ઉત્સવોનો લાભ આપશે. દેશ-વિદેશથી હજારો હરિભક્તો શરદ પૂનમ અને અન્ય લાભ પ્રાપ્ત કરવા માટે ગોંડલ આવનાર છે.તમને જણાવી દઈએ કે, આશરે 25000 જેટલા ભક્તોનો સમાવેશ થઈ શકે તેવા વિશાળ ગ્રાઉન્ડની હરિભક્તો અને કાર્યકરો દ્વારા તૈયારી કરવામાં આવી છે.

આવતીકાલે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ સાંજે ૭ થી ૧૧ દરમિયાન ખૂબ જ ભવ્યતાથી ઉજવાનાર છે આ માટે સંતો સ્વયંસેવકો હરિભક્તો ખડે પગે સેવા કરી રહ્યા છે. આ શરદોત્સવમાં વરિષ્ઠ સંતોના પ્રેરક પ્રવચનો સાંસ્કૃતિક કાર્યક્રમો અને ચોટદાર સંવાદો દ્વારા મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના જીવન અને કાર્ય કરાવવામાં આવશે.પાંચ આરતી દ્વારા ગુણાતીતાનંદ સ્વામીને ભક્તિ અર્ધય અર્પણ કરવામાં આવશે. આ ઉત્સવનો લાભ લેવા દરેક હરિભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે.શું છે કાર્યક્રમ
આજે શોરદોત્સવ સવારે 8થી 9 દરમિયાન અક્ષરઘાટ પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના દ્વિતિય વાર્ષિક ઉત્સવ નિમિત્તે મહાપૂજા, છે જે સાંજે 7થી 11 દરમિયાન છે. રાત્રે લગભગ 15000 જેટલા હરિભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરશે. 7 નવેમ્બરે સાજે પથી 7 કલાકે દીપોત્સસવી પર્વ ચોપડા પૂજન, આ મહાપૂજા બાદ ભવ્ય આતશબાજીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તા 8 નવેમ્બરે ગુરૂવારે નૂતનવર્ષ અન્નકૂટ ઉત્સવ સવારે 8થી 9 દરમ્યાન નૂતનવર્ષ નિમિત્તે મહાપૂજા, બપોર 12 થી સાંજે 7 કલાક સુધી ઠાકોરજી સમક્ષ અનેક વિધ વાનગીના અન્નકૂટદર્શન યોજાશે.

First published: October 24, 2018, 7:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading