Home /News /kutchh-saurastra /

Bank of Baroda Recruitment 2022 : બેંક ઓફ બરોડામાં 105 જગ્યાઓ પર ભરતી, અહીંથી કરો અરજી

Bank of Baroda Recruitment 2022 : બેંક ઓફ બરોડામાં 105 જગ્યાઓ પર ભરતી, અહીંથી કરો અરજી

BOB Recruitment 2022 : બેંક ઓફ બરોડામાં 105 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકે્શન બહાર પાડવામાં આવ્યું છે.

Bank of Baroda Recruitment 2022 : દેશની અગ્રગણ્ય બેંક બેંક ઓફ બરોડા દ્વારા ફરી એકવાર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપાવમાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

    Bank of Baroda Recruitment 2022 : બેંક ઓફ બરોડા (BOB Recruitment 2022), 4 માર્ચ 2022 ના રોજ ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ, MSME અને કોર્પોરેટ ક્રેડિટ વિભાગો માટે લાયક અને અનુભવી નિષ્ણાંત અધિકારીઓ માટે એક ભરતી જાહેરાત બહાર (Job Notification) પાડી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 24 માર્ચ, 2022 સુધીમાં અરજી (Apply) કરી શકે છે. મેનેજર - ડિજિટલ ફ્રોડ, ક્રેડિટ ઓફિસર, ક્રેડિટ - એક્સપોર્ટ / ઈમ્પોર્ટ બિઝનેસ અને ફોરેક્સ - એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજરની પોસ્ટ માટે લગભગ 105 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

    Bank of Baroda Recruitment 2022 : બેંક ઓફ બરોડા ભરતી - 2022

    મેનજર – ડિજીટલ ફ્રોડ (ફ્રોડ રીસ્ક મેનેજમેન્ટ) – 15 પોસ્ટ

    ક્રેડિટ ઓફિસર (MSME ડિપાર્ટમેન્ટ) SMG/S IV – 15 પોસ્ટ

    ક્રેડિટ ઓફિસર (MSME ડિપાર્ટમેન્ટ) SMG/S III – 25 પોસ્ટ

    ક્રેડિટ - એક્સપોર્ટ / ઇમ્પોર્ટ બિઝનેસ (MSME વિભાગ) SMG/SIV – 8 પોસ્ટ

    ક્રેડિટ - એક્સપોર્ટ / ઇમ્પોર્ટ બિઝનેસ (MSME વિભાગ) MMG/SIII – 12 પોસ્ટ

    ફોરેક્સ - એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજર (કોર્પોરેટ ક્રેડિટ ડિપાર્ટમેન્ટ) MMG/SIII – 15 પોસ્ટ

    ફોરેક્સ - એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજર (કોર્પોરેટ ક્રેડિટ ડિપાર્ટમેન્ટ) MMG/SII – 15 પોસ્ટ

    આ પણ વાંચો :  GPSSB Recruitment 2022: પંચાયત સેવા પસંદગી મંડળની વધુ 355 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી

    Bank of Baroda Recruitment 2022 :  શૈક્ષણિક લાયકાત

    મેનેજર – ડિજીટલ ફ્રોડ (ફ્રોડ રીસ્ક મેનેજમેન્ટ)

    B.E./ B. ટેક ઇન કોમ્પ્યુટર સાયન્સ/ IT/ ડેટા સાયન્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ/ IT માં ગ્રેજ્યુએશન એટલે કે B.Sc/ BCA/ MCA. બેંકિંગ ક્ષેત્રમાં IT/ડિજીટલ ક્ષેત્રમાં કામ કરવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ.

    ક્રેડિટ ઓફિસર (MSME ડિપાર્ટમેન્ટ) SMG/S IV અને

    કોઇ પણ અભ્યાસક્રમમાં ગ્રેજ્યુએશન અથવા CA/ CMA/ CFA કરેલું હોવું જોઇએ. ક્રેડિટ મૂલ્યાંકનનો ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ અથવા RBI માન્ય રેટિંગ એજન્સીઓમાં એનાલિસ્ટ તરીકેનો ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

    ક્રેડિટ ઓફિસર (MSME ડિપાર્ટમેન્ટ) MMG/ S III

    કોઇ પણ અભ્યાસક્રમમાં ગ્રેજ્યુએશન અથવા CA/ CMA/ CFA કરેલું હોવું જોઇએ. ક્રેડિટ મૂલ્યાંકનનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ અથવા RBI માન્ય રેટિંગ એજન્સીઓમાં એનાલિસ્ટ તરીકેનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

    ક્રેડિટ -એક્સપોર્ટ/ ઇમ્પોર્ટ બિઝનેસ (MSME ડિપાર્ટમેન્ટ) MMG/S IV

    કોઈપણ અભ્યાસક્રમમાં ગ્રેજ્યુએટ અથવા CA/CMA/CFA કરેલું હોવું જોઇએ. ભારતમાં કોઈપણ બેંક/NBFC/નાણાકીય સંસ્થાઓ સાથે એક્સપોર્ટ/ ઇમ્પોર્ટ ક્રેડિટ મૂલ્યાંકનનો ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ.

    ફોરેક્સ - એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજર (કોર્પોરેટ ક્રેડિટ ડિપાર્ટમેન્ટ) MMG/SIII

    ગ્રેજ્યુએશન (કોઈપણ સ્ટ્રીમમાં) અને માર્કેટિંગ/સેલ્સમાં વિશેષતા સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા. ફોરેક્સમાં સેલ્સ/રિલેશનશિપ મેનેજમેન્ટમાં 4 વર્ષના એક્સપોઝર સાથે જાહેર/ખાનગી/વિદેશી બેંકોમાં મિનિમમ 5 વર્ષનો અનુભવ.

    ફોરેક્સ - એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજર (કોર્પોરેટ ક્રેડિટ ડિપાર્ટમેન્ટ) MMG/SII

    ગ્રેજ્યુએશન (કોઈપણ સ્ટ્રીમમાં) અને માર્કેટિંગ/સેલ્સમાં વિશેષતા સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા. ફોરેક્સમાં સેલ્સ/રિલેશનશિપ મેનેજમેન્ટમાં 2 વર્ષના એક્સપોઝર સાથે જાહેર/ખાનગી/વિદેશી બેંકોમાં મિનિમમ 4 વર્ષનો અનુભવ.

    Bank of Baroda Recruitment 2022 : વયમર્યાદા

    મેનેજર - ડિજિટલ ફ્રોડ (ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ) - 24 થી 34 વર્ષ

    ક્રેડિટ ઓફિસર (MSME વિભાગ) SMG/S IV - 28 થી 40 વર્ષ

    ક્રેડિટ ઓફિસર (MSME વિભાગ) MMG/S III - 25 થી 37 વર્ષ

    ક્રેડિટ – એક્સપોર્ટ/ ઇમ્પોર્ટ બિઝનેસ (MSME વિભાગ) SMG/SIV - 28 થી 40 વર્ષ

    ક્રેડિટ - એક્સપોર્ટ/ ઇમ્પોર્ટ બિઝનેસ (MSME વિભાગ)MMG/SIII - 25 થી 37 વર્ષ

    ફોરેક્સ - એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજર (કોર્પોરેટ ક્રેડિટ ડિપાર્ટમેન્ટ) MMG/SIII - 26 થી 40 વર્ષ

    ફોરેક્સ - એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજર (કોર્પોરેટ ક્રેડિટ ડિપાર્ટમેન્ટ) MMG/SII - 24 થી 35 વર્ષ


    Bank of Baroda Recruitment 2022 : પગારધોરણ

    MMGS II : રૂ. 48170 x 1740 (1) - 49910 x 1990 (10) - 69180

    MMGS III : રૂ. 63840 x 1990 (5) - 73790 x 2220 (2) - 78230

    SMG/S-IV : રૂ. 76010 x 2220 (4) – 84890 x 2500 (2) – 89890.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા105
    શૈક્ષણિક લાયકાતદરેક પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાઓનલાઇન અરજી દ્વારા
    અરજી ફી

    SC/ST/ વિકલાંગ વ્યક્તિઓ (PWD)/મહિલા - રૂ. 100

    GEN/OBC/EWS - રૂ. 600
    અરજી કરવાની અંતિમ તારીખ34-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    Bank of Baroda Recruitment 2022 :  કઇ રીતે કરશો અરજી

    -BOB ની સત્તાવાર વેબસાઇટ - www.bankofbaroda.co.in ની પર જાઓ.

    - 'કરિયર' સેક્શનમાં જઇને 'કરન્ટ ઓપોર્ચ્યુનિટી' પર ક્લિક કરો.

    - હવે ભરતી નોટિફીકેશનમાં જઇને એપ્લાય ઓનલાઇન પર ક્લિક કરો.

    - તમામ વિગતો ભરીને ફી ભરો અને રજીસ્ટ્રેશન કરો.

    Bank of Baroda Recruitment 2022 : અરજી ફી

    SC/ST/ વિકલાંગ વ્યક્તિઓ (PWD)/મહિલા - રૂ. 100

    GEN/OBC/EWS - રૂ. 600

    Bank of Baroda Recruitment 2022 : પસંદગી પ્રક્રિયા

    ઉપરોક્ત પોસ્ટ માટે ભરતી કરવા ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં કરાશે. સૌ પ્રથમ ઓનલાઇન પરીક્ષા રહેશે. જેમાં ઉત્તીર્ણ થયા બાદ ગૃપ ડિસ્કશન/ પર્સનલ ઇન્ટરવ્યૂ/ સાયકોમેટ્રિક ટેસ્ટ અથવા અન્ય ટેસ્ટ લેવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર