સાસુએ મહિલા કર્મચારીને કહ્યું 'તું લલીતને છોડીને કેમ જતી નથી રહેતી?'

News18 Gujarati
Updated: January 22, 2019, 1:58 PM IST
સાસુએ મહિલા કર્મચારીને કહ્યું 'તું લલીતને છોડીને કેમ જતી નથી રહેતી?'
પ્રતિકાત્મક તસવીર

રાજકોટનમાં યુનિયન બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવનાર પતિ લલીત રમેશ યાદવે નશાની હાલતમાં અત્યાચાર ગુજારી 11.75 લાખનું સ્ત્રીધન ઓળવી લીધાની મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

  • Share this:
ઘરેલું હિંસાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. જેમાં પતિ સાસુ સસાર કે સાસરિયાઓ પરિણીત મહિલા ઉપર ત્રાસ ગુજારતા હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. અમદાવાદ સેન્ટ્રલ વેર હાઉસ કોર્પોની જુનિયર ટેકનિકલ આસિ. મહિલા કર્મચારી જયાબહેન (નામ બદલ્યું છે) ઉપર અગાઉ રાજકોટનમાં યુનિયન બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવનાર પતિ લલીત રમેશ યાદવે નશાની હાલતમાં અત્યાચાર ગુજારી 11.75 લાખનું સ્ત્રીધન ઓળવી લીધાની મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી પ્રમાણે ફરિયાદમાં મુકેલા આરોપમાં છ વર્ષ પહેલા રાજસ્થાનના અલવરમાં બંનેના લગ્ન થયા હતા. જે તે સમયે પતિ લલીત રાજકોટમાં બેન્ક મેનેજર હતા અને જયા બહેન પણ રાજકોટમાં વેર હાઉસમાં ફરજ બજાવતા હતા. લગ્નના એકાદ માસ બાદ પતિ દારૂ પીને ઘરે આવતો હતો. જેનો પત્નીએ વિરોધ કરતા મારકુટ કરતા હતા. સાસુ કૃષ્ણાબહેનનું તું લલીતને છોડીને કેમ જતી નથી રહેતી ? સહિતના શબ્દો કહીને માનસિક ત્રાસ આપતા હતા.

આ પણ વાંચોઃ-ખાખીબાબાની હાટડી બંધ: બીડીની ફૂંકથી કેન્સર મટાડવાનો કરતા હતા દાવો!

સસરા રમેશ યાદવ તથા પોરબંદરના વતનની નણદોઇ હર્ષિત બારૂદુન અને નણંદ નીતુ બંને ત્રાસ ગુજરાતા હતા. નણદોઇ બેંકમાં હોવાથી પોતાના એકાઉન્ટની વિગતો સાસુ-સસરાને આપી દેતા હતા. પતિ અલગ રહેવા ચાલ્યા હતા. પોતાની નોકરી અમદાવાદ થઇ ગઇ હોવાથી પોતે પણ ત્યાં રહેવા ચાલી ગઇ હતી. અને પાછળથી સ્ત્રીધન, શૈક્ષણિક દસ્તાવેજો અને વસ્તુઓ મળી કુલ 11.75 લાખનું સ્ત્રીધન ઓળવી લીધાનો આરોપ મુક્યો છે.
First published: January 22, 2019, 1:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading