કર્મભૂમિમાં પરત! વતન ગયેલા 32 મજૂરો રાજકોટ બેડી યાર્ડમાં કામ કરવા પાછા આવ્યા


Updated: May 23, 2020, 8:59 PM IST
કર્મભૂમિમાં પરત! વતન ગયેલા 32 મજૂરો રાજકોટ બેડી યાર્ડમાં કામ કરવા પાછા આવ્યા
ફાઈલ તસવીર

ત્રણ દિવસ પહેલા 10 મજૂરો રાજસ્થાનથી આવ્યા બાદ શુક્રવારે વધુ 32 મજૂરો રાજસ્થાનથી આવ્યા છે.

  • Share this:
રાજકોટઃ લોકડાઉનમાં (lockdown) પરપ્રાંતીય મજૂરો પોત પોતાના વતન જઈ રહ્યા છે, લોકડાઉનની શરુઆતમાં જ રાજકોટના (Rajkot) ઔદ્યોગિક વિસ્તારમાંથી લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. તો સાથે જ યાર્ડના (Yard) પરપ્રાંતીય મજૂરો પણ સમયાન્તરે પોતાના વતન પરત ફર્યા હતા. પરંતુ થોડા જ દિવસોમાં યાર્ડની કામગીરી તબક્કાવાર શરુ કરવામાં આવી હતી. અમુક જણસીઓની હરાજી પણ શરુ થઇ ચુકી હતી અને હાલ ધીમે ધીમે યાર્ડ ફરીથી ધમધમવા લાગ્યું છે.

આવા સમયે રોજગારી મેળવવા અમુક શ્રમિકો એ યાર્ડના આગેવાનોનો સંપર્ક કર્યો હતો. ફરીથી રાજકોટ આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે યાર્ડના ચેરમેન દ્વારા તંત્રનો સંપર્ક કરી તમામ પ્રક્રિયા હાથ ધરી હતી. મહત્વનું છે કે લોકાડાઉનમાં (lockdown) યાર્ડ બંધ રહેતા પરપ્રાંતીય મજૂરો પોતાના વતન ચાલ્યા ગયા હતા. જોકે હવે યાર્ડમાં બધી જણસીની રાબેતા મુજબ હરાજી ગુરૂવારથી કરવામાં આવી છે.

અત્યારે સ્થાનિક મજૂરોની મદદ લેવામાં આવી છે. જ્યારે ત્રણ દિવસ પહેલા 10 મજૂરો રાજસ્થાનથી આવ્યા બાદ શુક્રવારે વધુ 32 મજૂરો રાજસ્થાનથી આવ્યા છે. યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાના જણાવ્યા અનુસાર મજૂરો શુક્રવારે આવ્યા હતા તેનું પહેલા સ્ક્રિનિંગ કરાયું હતુ અને મેડિકલ ચેકઅપ કરાયું હતું.

મજૂરોને યાર્ડમાં કમિશન એજન્ટોની દુકાનના ઉપરના રૂમ પર જ કવોરન્ટાઇન રખાયા છે નિયમ મુજબ રિપોર્ટ કરાશે. ત્યારબાદ જ મજુરો કામ કરી શકશે. હાલ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જણસીની હરાજી કરવામાં આવી રહી છે. જેમાં કપાસ, મગફળી, લસણ, જીરૂ, ઘઉં, ચણા, સહિતની જણસીઓની હરાજી થઈ હતી. બેડી યાર્ડમાં જે જણસીની આવક વધારે છે તેમાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે. જે ઓનલાઇન કરવામાં આવી રહ્યું છે.
First published: May 23, 2020, 8:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading