આનંદો! અયોધ્યામાં રામલલ્લાનો થાળ હંમેશા વીરપુરના જલારામ મંદિર તરફથી ધરાવાશે, ગામમાં ખુશીનો માહોલ

આનંદો! અયોધ્યામાં રામલલ્લાનો થાળ હંમેશા વીરપુરના જલારામ મંદિર તરફથી ધરાવાશે, ગામમાં ખુશીનો માહોલ
અયોધ્યા

ગામજનોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવીને આ ખુશી જાહોર કરી હતી.

 • Share this:
  ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે. અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલલ્લાને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. જેની જાણ વીરપુરવાસીઓને થતા ખુશીનો માહોલ છવાયો હતો. ગામજનોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવીને આ ખુશી જાહોર કરી હતી.

  આ અંગે બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદરાણીએ જણાવ્યું છે કે, 'વીરપુર જલારામ મંદિરના મહંત રઘુરામબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ વાત જણાવી હતી. ત્યારે રામ મંદિરના ટ્રસ્ટીઓએ વાત સ્વીકારી લેતા હવે હંમેશા માટે રામલલ્લાનો થાળ વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે.'  રાજ્ય સરકારનો મોટો નિર્ણય: હવે કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરની ભલામણ જરૂરી નહીં

  મોરબી: બંધ મકાનમાં પોલીસકર્મી રમાડતો હતો જુગાર, 6 વ્યક્તિઓ સાથે 6 લાખથી વધુની રોકડ મળી

  આ વાતની જાણ ગામલોકોને થતા જ સમગ્ર વીરપુર ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો અને અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ એકબીજાના મોં મીઠા કરાવીને આ ખુશીના પ્રસંગની ઉજવણી કરી હતી. ગામલોકો દ્વારા ઢોલ વગાડી અને ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. હાલ તો સમગ્ર વિરપુર ગામમાં પ્રસંગે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચ આજે અયોધ્યા મામલે ઐતિહાસીક ચુકાદો આપ્યો હતો. બેન્ચના અધ્યક્ષ CJIએ 45 મિનિટ સુધી ચુકાદો વાંચ્યો હતો અને કહ્યું હતું કે, મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવે અને તેની યોજના 3 મહિનામાં તૈયાર કરાઇ. પીઠે કહ્યું છે કે, મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં જ 5 એકર વૈકલ્પિક જમીન ફાળવવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published:December 05, 2020, 08:01 am

  ટૉપ ન્યૂઝ