Home /News /kutchh-saurastra /

'ભાજપે અમારા સભ્યોને 25-25 લાખમાં ખરીદ્યા' અવસર નાકિયાનો Viral Video

'ભાજપે અમારા સભ્યોને 25-25 લાખમાં ખરીદ્યા' અવસર નાકિયાનો Viral Video

    હાલમાં જસદણ પેટા ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપ તરફથી કુંવજી બાવળિયા મેદાને છે તો તેની સામે કોંગ્રેસે કુંવરજીભાઇને ચેલા ગણાતા અવસર નાકિયાને મેદાને ઉતાર્યા છે, જો કે હાલ સોશિયલ મીડિયા પર અવસર નાકિયાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કેટલાક ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે.

    અહીં ક્લિક કરી વાંચો આજે ડૉ. જીવરાજ મહેતાનો આત્મા કકળી ઉઠશે : આ તો હોસ્પિટલ કે 'ટાર્ગેટ એચિવ' કરવાનું સ્થળ !

    શું છે વીડિયોમાં ?

    મોબાઇલ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કોંગી ઉમેદવાર અવસર નાકિયા એક ખુરશી પર બેઠા છે અને ચર્ચા કરી રહ્યા છે. અવસર નાકિયા બોલી રહ્યાં છે કે આજ સુધી સાહેબે (કુંવરજી બાવળિયા) જે કીધું તે અમે કર્યું છે. અમે પાયાના માણસો છીએ. અમે 360 દિવસ કામ કરનારા માણસો છીએ. અમે ક્યારે અમારો સ્વાર્થ નથી જોયો. તેમ છતા આટલો મોટો વિશ્વાસઘાત કર્યો. આ તો અમારા કોળી સમાજના કેટલાક જિલ્લા પંચાયતના સભ્યો મુર્ખા કહેવાય, ભાજપમાં જવું તો પૂરતી કિંમત તો લેવી જોઇતી હતી ને.

    શું કહેવું છે કુંવરજી બાવળિયાનું ?

    બીજી બાજુ વાયરલ વીડિયો પર કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે એને રાજકીય એકડો શીખવવાવાળો હું છું, જો એ સાબિત કરી આપે તો હું જાહેર જીવન છોડી દઇશ. આ બધી વાહિયાત વાતો છે, અઢી વર્ષમાં તેઓ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહ્યાં છતા 18 ગામમાં પણ નથી ગયા. તેઓ હાર ભાળી ગયા છે, એટલે આવી વાતો કરે છે. આ મતદારોને ભડકાવવાનો પ્રયાસ છે.

    બાવળિયાને હજી સાહેબ કહીને બોલાવે નાકિયા

    વધુમાં અવસર નાકિયાએ જણાવ્યું કે આજની તારીખમાં જો હું ભાજપમાં જાવ તો જસદણ કે વીછિયાની પબ્લિક મને 25 મત પણ આપે એવી નથી. મારી તો આ બજી ટર્મ છે, આ તો સાહેબ(કુંવરજી બાવળિયા)ગયા એટલે બોલવા લાગ્યો. મેં કોઇ'દી ભાષણ કર્યું નથી કોઇ દી ઉભો નથી થયો. આ પ્રથમવાર છે. આ તો માથે પડ્યું એટલે. અમને સાહેબે કોઇદી ઉભા થવા જ નથી દીધા.

    જસદણની ચૂંટણીમાં 8 ઉમેદવારો મેદાને

    જસદણ બેઠકની પેટાચૂંટણીમાં ગઈકાલે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે સાત ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા હવે આઠ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જોકે મુખ્ય જંગ બન્ને મુખ્ય રાજકીય પક્ષ ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ છે.જસદણ બેઠક માટે કોંગ્રેસના અવસરભાઈ કાનજીભાઈ નાકિયા, ભાજપના કુવરજીભાઈ મોહનભાઈ બાવળીયા, જસદણના મુકેશભાઈ મોહનભાઈ ભેંસજાળીયા અપક્ષ, ગુજરાત જનચેતના પાર્ટી, જસદણના ભરતભાઈ જેસાભાઇ માનકોલીયા અપક્ષ, જસદણના નાથાલાલ પૂંજાભાઈ ચિત્રોડા અપક્ષ, ભાવનગરના ધરમશીભાઈ રામજીભાઈ ઢાપા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, આણંદના દિનેશભાઇ શનાંભાઈ પટેલ નવીન ભારત નિર્માણ મંચ, અને ગાંધીનગરના નિરૂપાબેન નટવરલાલ માધુ અપક્ષ. એમ કુલ આઠ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Jasdan Election

    આગામી સમાચાર