ઉપલેટામાં રિક્ષા ખાઇમાં ખાબકતાં એકનું મોત, 1ને ઇજા

News18 Gujarati
Updated: February 2, 2019, 1:42 PM IST
ઉપલેટામાં રિક્ષા ખાઇમાં ખાબકતાં એકનું મોત, 1ને ઇજા
મૃતકને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો

રિક્ષાચાલક વળાંક લઇ રહ્યો હતો, તે સમયે તેણે રિક્ષા પર કાબુ ગુમાવ્યો હતો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: શનિવારે ઉપલેટા પાસે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. રિક્ષા વળાંક લેતી વખતે રિક્ષા પાલટી મારી ગઇ હતી અને ખાઇમાં ખાબકી હતી. જેમાં એકનું મોત નિપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

રિક્ષાચાલક વળાંક લઇ રહ્યો હતો, તે સમયે તેણે રિક્ષા પર કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે રિક્ષા પાલટી મારી સીધી ખાઇમાં ખાબકી હતી. ધટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રિક્ષાચાલકને બહાર કાઢ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: ધંધુકા-બગોદરા હાઈવે પર બાઇકચાલકે દિવ્યાંગને અડફેટે લીધો, 1નું મોત

ઘટનાને પગલે સ્થાનિક લોકોએ પોલીસ તથા એમ્બ્યુલન્સને જાણ કરતાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મૃતકને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.

 
First published: February 2, 2019, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading