'મેં નક્કી કર્યું હતું કે મારે કોરોનામૂક્ત બનવું જ છે ભલે મને અસ્થમા હોય': જસદણના 98 વર્ષના દૂધીબેને coronaને હરાવ્યો


Updated: October 19, 2020, 9:04 PM IST
'મેં નક્કી કર્યું હતું કે મારે કોરોનામૂક્ત બનવું જ છે ભલે મને અસ્થમા હોય': જસદણના 98 વર્ષના દૂધીબેને coronaને હરાવ્યો
દૂધીબાની તસવીર

શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય જ મનુષ્યને સ્વસ્થ રાખે છે. મને ખબર નથી કે મને કોરોના કઈ રીતે થયો પણ મેં મનથી નક્કી કરી લીધું હતું કે મારે કોરોનામુક્ત બનવું જ છે. ભલે મને અસ્થમા હોય.

  • Share this:
રાજકોટઃ કોરોના મહામારીને (coronavirus) નાથવા સમગ્ર રાજકોટ જિલ્લામાં (Rajkot) અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. જ્યાં ડોકટરથી લઈને પેરામેડીકલ સ્ટાફ (corona warriors) દ્વારા ગંભીર રોગ ધરાવતા દર્દીઓને કોરોના મુક્ત (corona free) બનાવવા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં 20 વર્ષથી અસ્થમાની બીમારી ધરાવતા રામાણી પરિવારના મોભી 98 વર્ષીય દૂધીબેન રામાણી એ મક્કમ મનોબળે કોરોનાને મ્હાત આપી છે.

અસ્થમાના દર્દી માટે કોરોના વાયરસ ખૂબ જ જોખમી છે કારણકે કોરોના વાયરસ શ્વસન તંત્રને નુકસાન પહોંચાડે છે અને અસ્થમાનો રોગ શ્વસન તંત્ર સાથે જોડાયેલો છે. અસ્થમાના દર્દીઓએ કોરોના વાયરસના ચેપથી ખાસ બચવું જરૂરી છે. આવા જ ગંભીર રોગથી પીડાતા જસદણના વતની જૈફ વયના દૂધીબાને અચાનક શ્વાસ લેવામાં તકલિફ થવા લાગી, પરિવારજનોને લાગ્યું કે આ અસ્થમાની બીમારીને કારણે થાય છે તેથી દૂધીબા તેમના પૌત્ર જીગ્નેશભાઈ સાથે ફેમેલી ડોક્ટર પાસે નિદાન અર્થે ગયા ત્યાં કોરોનાના લક્ષણો સામે આવતા ડોકટર દ્વારા ટેસ્ટ કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું.

તેથી તેમના વિસ્તારમાં કાર્યરત ધન્વંતરિ રથમાં ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  તેઓ જસદણ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયા. જસદણ કોવિડ કેર સેન્ટરની સારવારના અનુભવને વર્ણવતા દૂધીબેન જણાવે છે કે, "શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય જ મનુષ્યને સ્વસ્થ રાખે છે. મને ખબર નથી કે મને કોરોના કઈ રીતે થયો પણ મેં મનથી નક્કી કરી લીધું હતું કે મારે કોરોનામુક્ત બનવું જ છે. ભલે મને અસ્થમા હોય.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક દ્રશ્યો! સુરત રેલવેએ શેરડીના ઊભા પાક ઉપર ફેરવ્યું JCB, આંખ સામે નષ્ટ થતાં પાકને જોઈ ખેડૂત ચોધાર આંસુએ રડ્યો

હોસ્પિટલમાં મને 7 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવી હતી. એ વખતે ડોકટરો ખાસ મારી મોટી ઉંમર અને મારી અસ્થમાની બીમારી બન્નેને ધ્યાને લઈને મારી વિશેષ કાળજી રાખતા હતા. સારવારના આ દિવસો દરમિયાન હું હોસ્પિટલમાં બેઠા બેઠા ભજન કર્યા કરતી હતી. ડૉક્ટરોની મહેનત અને સારવારથી જ હું કોરોનાને મ્હાત આપી સંપૂર્ણ સ્વસ્થ થઈ છું."

આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! દૂધ લેવા જતી મેનેજરની પત્નીને રોમિયોએ કર્યા ગંદા ઈશારા, હાથ પકડી ચીઠ્ઠી પકડાવીઆ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાંદીના ભાવમાં રૂ.1000નો ઉછાળો, જાણો આજના Gold-Silverના નવા ભાવ, દિવાળીએ કેટલું રહેશે સોનું?

જસદણના કોવિડ કેર સેન્ટરમાં દૂધીબેનને મળેલ સારવાર વિશે વાત કરતા તેમના પૌત્ર જીજ્ઞેશભાઈ જણાવે છે કે,"બાની મોટી ઉંમર અને અસ્થમાનો રોગ આ બન્નેને કારણે અમને તેમની ચિંતા હતી પણ કોવિડ કેર સેન્ટરમાંથી દરરોજ અમને ફોન પર બાની તબિયત વિશે ડોકટરો જણાવતા હતા. બા પણ કહેતા કે અહીં મને કોઈ તકલિફ નથી. તમે ચિંતા ન કરો હું કોરોનાને હરાવીને જ રહીશ. ખાસ તો અમે કેર સેન્ટરમાં કાર્યરત સમગ્ર સ્ટાફના આભારી છીએ કે તેમણે બાને પરિવારની જેમ હૂંફ આપીને તેમની સારવાર કરી."આમ, અસ્થમા હોવા છતાં 98 વર્ષીય દૂધીબેને મક્કમતાથી જૈફ વયે કોરોનાને મ્હાત આપી અન્યને માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.



સુરતઃ કો-મોર્બિડ બિમારી ધરાવતા સુશીલસિંહ અને દિનેશભાઇએ કોરોનાને આપી મ્હાત
સુરત સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર મેળવી કો-મોર્બિડ બિમારી ધરાવતા સુશીલસિંહ અને દિનેશભાઇ દાસે કોરોનાને મ્હાત આપી છે. મૂળ યુપીના જોનપુરના વતની અને વર્ષોથી કીમ ગામમાં રહેતા સુશીલસિંહ કહે છે કે, ' 'હું વર્ષોથી કીમમાં લુમ્સની ફેક્ટરીમાં કામ કરૂ છું. 'કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં ફેક્ટરીમાં બંધ હતી, ફેકટરી શરૂ થઇ ત્યારે કોરોનાનું સંક્રમણ થતાં નવી સિવિલમાં વિનામૂલ્યે સારવાર મળી જેથી મારા હ્રદય પર આર્થિક ચિંતાનો બોજ હળવો થયો.
Published by: ankit patel
First published: October 19, 2020, 8:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading