ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીની હાજરીમાં ભાજપના બે નેતા કોંગ્રેસમાં જોડાયા

News18 Gujarati
Updated: August 14, 2018, 1:48 PM IST
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીની હાજરીમાં ભાજપના બે નેતા કોંગ્રેસમાં જોડાયા
અશોક ડાંગર, શામજી ચૌહાણ

ભાજપનું કમળ છોડીને કોંગ્રેસના પંજાને પકડનાર નેતાઓમાં રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગર અને પૂર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણનો સમાવેશ થાય છે.

  • Share this:
અમદાવાદઃ ભાજપના બે નેતાઓ આજે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપનું કમળ છોડીને કોંગ્રેસના પંજાને પકડનાર નેતાઓમાં રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગર અને પૂર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણનો સમાવેશ થાય છે. બંને નેતાઓ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. બંને નેતાઓને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ખેસ પહેરાવ્યો હતો.

રાજકોટમાં દરરોજ એક હત્યાઃ અશોક ડાંગર

મોદીના કહેવાથી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર અશોક ડાંગરે ફરીથી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, "મોદીના વિકાસની વાતોમાં અનેક ઓબીસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ બક્ષીપંચમાં આવતા લોકોનો વિકાસ થયો નથી." રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અશોક ડાંગરે જણાવ્યું હતું કે, "રાજ્યના મુખ્યમંત્રી રાજકોટ શહેરમાંથી આવે છે તો પણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. શહેરમાં દરરોજ એક એટલે કે 365 દિવસમાં 365 હત્યા થાય છે. સાબરમતી નદીમાં મોદી માટે સી-પ્લેન ઉડાવવામાં આવ્યું હોવાથી રાજકોટને નર્મદાનું પાણી મળ્યું ન હતું."

ભાજપ સરકાર ખેડૂતો માટે ગંભીર નથીઃ શામજી ચૌહાણ

ભાજપમાંથી કોંગ્રેસને ખેસ ધારણ કરનાર શામજી ચૌહાણે બીજેપી સરકાર પર અનેક મુદ્દે પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, "ભાજપે બક્ષીપંચ સમાજ માટે કંઈ જ કર્યું નથી. વિકાસની માત્ર વાતો જ થાય છે પરંતુ હકીકતમાં વિકાસ થતો નથી." ખેડૂતોના પ્રશ્ને બોલતા ચૌહાણે જણાવ્યું કે, "સીએમને અનેક વખત રજુઆત કરવામાં આવી છતાં ખેડૂતોને પાક વીમાની રકમની ચુકવણી કરવામાં આવતી નથી. ભાજપ સરકાર ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે બિલકુલ ગંભીર નથી."

વિકાસની માત્ર વાતોઃ શામજી ચૌહાણશામજી ચૌહાણે જણાવ્યું કે, "ભાજપ વિકાસની માત્ર વાતો કરી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10થી 20 ટકા કાર્ય નથી થયું. આરોગ્ય અને શિક્ષણ મામલે માત્ર વાતો જ થઈ રહી છે. સરકારના મંત્રીઓ અને સીએમ એસી ચેમ્બરમાં બેસી રહે છે. 2012થી 2017 સુધી ભાજપ સરકારે માત્ર ખોટા વચનો જ આપ્યો છે. આનો જવાબ ભાજપને 2019ની લોકસભાની ચૂંટણીમાં મળી જશે."
First published: August 14, 2018, 1:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading