કેરીના રસીકો આનંદો! કેસર કેરીનું આગમન, 10 કિલોના બોક્સનો બોલાયો 800થી 1250નો ભાવ

કેરીના રસીકો આનંદો! કેસર કેરીનું આગમન, 10 કિલોના બોક્સનો બોલાયો 800થી 1250નો ભાવ
ખેડૂતોનો પાક આંબા ઉપર જ અને તેમના ખેતરમાં પડ્યો છે

ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થવા પામ્યું છે.

  • Share this:
કોરોનાના કહેર અને લોકડાઉન વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. ભારતભરમાં ઘણાં રાજ્યોમાં ફેલાયેલા કોરોના વાયરસ અને વધતા જતાં કોરોનાના કેસોની વચ્ચે સૌરાષ્ટ્રમાં મોખરાનું સ્થાન ધરાવતા ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થવા પામ્યું છે.

કોરોના વાયરસને લઈને લોકડાઉન વચ્ચે કેસર કેરીની સિઝનનો આ વર્ષે 15 દિવસ મોડો પ્રારંભ થવા પામ્યો છે. તેમ છતાં ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી કેસર કેરીની આવક થઈ છે. ત્યારે યાર્ડમાં રોજીદા કેસર કેરીના 250 બોક્સની આવકો જોવા મળી રહી છે.કોરોના વાયરસના લોકડાઉન વચ્ચે ગુજરાતભરના ઘણાં માર્કેટ યાર્ડ બંધ હાલતમાં છે. પરંતુ શાકભાજી માર્કેટ યાર્ડમાં સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટો અને તકેદારી મુજબ ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં આ વર્ષે પણ ગોંડલ પંથકમાં કેસર કેરી પાકતી ન હોવા છતાં તાલાળા કરતાં ગોંડલમાં કેરીનું વહેલું આગામન થયું છે. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ સતાધીશોએ યાર્ડમાં કેસર કેરીની હરરાજી બંધ રાખીને ખેડૂતોના માલનું વહેંચાણ થાય અને પોષણક્ષમ ભાવો મળી રહે તેવા આયોજન વચ્ચે સીધા જ વેપારીઓને ગુણવત્તા મુજબનાં કેસર કેરીના બોક્સોનું વહેંચાણ કરવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 10 કિલોના બોકસના ભાવ રૂપિયા 800/-થી લઈને 1250/-સુધીના બોલાયા હતાં. કોરોના વાયરસની મહામારી વચ્ચે ખેડૂતો વેપારીઓના મતે કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે અઢળક જોવા મળશે, પરંતુ કેસર કેરીની સિઝન કેટલો સમય ચાલશે અને ખેડૂતોને કેસર કેરીના કેવા ભાવ મળશે એ તો આગામી દિવસોમાં સમય જ બતાવશે.
First published:April 17, 2020, 17:14 pm