Home /News /kutchh-saurastra /

રાજકોટ : લુખ્ખા તત્વોનો આતંકનો live video, ચેતન ભરવાડ અને અબ્દુલે નાસ્તાની દુકાન ઉપર કરી મારામારી

રાજકોટ : લુખ્ખા તત્વોનો આતંકનો live video, ચેતન ભરવાડ અને અબ્દુલે નાસ્તાની દુકાન ઉપર કરી મારામારી

મારામારીના વાયરલ વીડિયો પરથી તસવીર

Rajkot news: ચેતન ભરવાડ અને અબ્દુલ મારી દુકાને પફ અને કોલ્ડ ડ્રિંક્સ લેવા માટે આવ્યા હતા. આ સમયે તેઓના દ્વારા વસ્તુના રૂપિયા બાકી રાખવામાં આવ્યા હતા. ત્યારે બાદમાં વધુ વસ્તુ મંગાવતા મેં પૈસા બાબતે કહ્યું હતું.

રાજકોટઃ રાજકોટ શહેર (Rajkot city) આમ તો રંગીલું શહેર તરીકે ઓળખાતું આવે છે. પરંતુ વારંવાર રાજકોટ શહેર તેમજ જિલ્લો ગુનાખોરી બાબતે ચર્ચામાં અવારનવાર આવતો રહે છે. ત્યારે રાજકોટ શહેરમાં ફરી એક વખત લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. લુખ્ખા તત્વો દ્વારા દુકાનદારને માર મારવામાં આવતો હોવાની સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં (fight caugt in cctv) કેદ થવા પામી છે. ત્યારે સમગ્ર ઘટના મામલે ભોગ બનનાર વ્યક્તિ દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે જ્યારે કે અન્ય શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં થોરાળા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. કાતરીયાએ જણાવ્યું હતું કે, થોડા પોલીસ દ્વારા તાત્કાલીક અસરથી ભોગ બનનાર દુકાનદારની અરજીના આધારે ચેતન ભરવાડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે જ્યારે કે અન્ય શખ્સની શોધખોળ માટે જુદી-જુદી ટીમ કાર્યરત છે.

ત્યારે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ભોગ બનનાર દુકાનદાર રમેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચેતન ભરવાડ અને અબ્દુલ મારી દુકાને પફ અને કોલ્ડ ડ્રિંક્સ લેવા માટે આવ્યા હતા. આ સમયે તેઓના દ્વારા વસ્તુના રૂપિયા બાકી રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! સિવિલ હોસ્પિટલમાં દર્દીની પત્ની પર સર્વન્ટે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મિથુન રાશિના લોકોને લાગણીઓ ઉપર કાબુ રાખવો, જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ

ત્યારે બાદમાં વધુ વસ્તુ મંગાવતા મેં પૈસા બાબતે કહ્યું હતું. આ સમયે તેઓના દ્વારા રૂપિયા દેવાની ના પાડવામાં આવી હતી તો સાથે જ દુકાન પર આવી મને ગાળ આપી માર મારવામાં આવ્યો હતો. તો સાથે ધમકી પણ આપવામાં આવી હતી કે જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તારા દીકરાને જાનથી મારી નાખીશું.



ઉલ્લેખનીય છે કે આ પ્રકારના લુખ્ખા તત્વો રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન નિર્દોષને માસુમ માણસો પર અત્યાચાર ગુજારતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા આવા ગુનાહિત કૃત્ય આચરનારા લુખ્ખા તત્વો ને ઝડપી પાડી તેમની જાહેરમાં સરભરા થાય તેવી સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે. ત્યારે અન્ય ફરાર આરોપી ક્યારે ઝડપાઈ છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:ankit patel
First published:

Tags: ગુજરાત, રાજકોટ, સીસીટીવી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन