રાજકોટ SOGએ વધુ એક આરોપીને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડ્યો

રાજકોટ SOGએ વધુ એક આરોપીને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડ્યો
પકડાયેલો આરોપી

કોમ્બિંગ નાઈટ દરમિયાન એસ.ઓ.જી.ના માણસોને બાતમી મળી હતી કે ગાંધીગ્રામ શેરી નંબર સાતમાં રહેતા ભાવિકભાઈ મહેશભાઈ અગોલા પાસે ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ છે. ત્યારે એસ.ઓ.જી.ના માણસો દ્વારા તેમની જડતી લેતાં તેમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ એક તેમજ જીવતા કાર્ટીસ નંગ બે સાથે તેમને ઝડપી પાડવામાં આવેલ છે.

  • Share this:
દિવાળીના તહેવારની સીઝનને ધ્યાનમાં રાખીની ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે રવિવાર રાત્રિએ અગિયાર વાગ્યાથી લઈ સોમવાર સવારના પાંચ વાગ્યા સુધી રાજકોટ શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ નાઈટ દરમિયાન રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વધુ એક ગેરકાયદેસર હથિયાર સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ઝીરો-ટોલરન્સની નીતિ અંતર્ગત ગુજરાત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હુકમ થી કોમ્બિંગ નાઈટ દરમિયાન એસ.ઓ.જી.ના માણસોને બાતમી મળી હતી કે ગાંધીગ્રામ શેરી નંબર સાતમાં રહેતા ભાવિકભાઈ મહેશભાઈ અગોલા પાસે ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ છે. ત્યારે એસ.ઓ.જી.ના માણસો દ્વારા તેમની જડતી લેતાં તેમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ એક તેમજ જીવતા કાર્ટીસ નંગ બે સાથે તેમને ઝડપી પાડવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ચાર ગેરકાયદેસર હથિયાર સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે તો સાથે જ બે સપ્લાયરને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલ સંજય સિંહ ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ જગતસિંહ ઝાલા ની ગેરકાયદેસર હથિયાર દેશી બનાવટની pistol નંગ-૨ તેમજ જીવતા કાર્ટીસ નંગ-૨ સહિત ના મુદ્દામાલ સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજુ કરતા કોર્ટ દ્વારા મંગળવાર સવારના અગિયાર વાગ્યા સુધીના તેમના રિમાન્ડ મંજૂર થયા છે.

રિમાન્ડ દરમિયાન આરોપીની આકરી પૂછપરછ પણ કરવામાં આવી હતી કે આખરે તેને ગેરકાયદેસર હથિયાર કોની પાસેથી મેળવ્યા છે ત્યારે તે બાબતની આરોપીની પૂછપરછ કરતા તેને સપ્લાયર દીપકભાઈ ઉર્ફે બંટી નંદ કિશોર શર્મા તેમજ કેતનભાઇ ઉર્ફે સની ચંદ્રકાંતભાઈ પંચોલી નું નામ આપ્યું હતું.

વધુ વાંચો : Entertainmentથી ભરપૂર રહેશે આખો નવેમ્બર મહિનો, 9 ફિલ્મો અને વેબ સીરીઝ થશે રીલિઝ

રિમાન્ડ મેળવેલ આરોપી સંજય સિંહની પૂછપરછ ચાલતી હતી તે દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે વધુ એક બાતમી મળી હતી કે હિતેશભાઈ નાથાભાઈ મકવાણા કે જેવો લક્ષ્મી વાડી વિસ્તારમાં જ રહે છે ત્યારે તેમની પાસે પણ હથિયાર મળી આવ્યા હતા. આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે તપાસ હાથ ધરતા આરોપી સુરતમાં આજથી આશરે બેથી અઢી વર્ષ પહેલા આર્મ્સ એકટના ગુનામાં ઝડપાયો હોવાનું પણ સામે આવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસો દ્વારા પકડી પાડવામાં આવેલ હિતેશ નાથાભાઈ મકવાણાની પૂછપરછમાં તેણે પણ ગેરકાયદેસર હથિયાર દિપક તેમજ કેતન પાસેથી મેળવ્યા હોવાનું જણાવ્યું હતું.

આરોપી દિપક વિરુદ્ધ વડોદરા શહેર અને જિલ્લા તેમજ મુંબઈ અને આણંદ ખાતે ગેરકાયદેસર હથિયાર તેમજ હત્યાની કોશિશ સહિતના છ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. જ્યારે કે આરોપી કેતન વિરુદ્ધ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.
Published by:Chaitali Shukla
First published:November 09, 2020, 11:52 am

ટૉપ ન્યૂઝ