શહેરમાં રૂમ ભાડે રાખી પરીક્ષાની તૈયારી કરી, બધો ખર્ચ માથે પડ્યો, સરકારે ક્યાંયના ના રાખ્યા

રાજકોટમાં રહેવા, જમવા અને અભ્યાસનો તમામ ખર્ચ પોતાના ગામડે રહેતા પરિવાર પાસેથી મંગાવે છે

News18 Gujarati
Updated: October 12, 2019, 9:57 PM IST
શહેરમાં રૂમ ભાડે રાખી પરીક્ષાની તૈયારી કરી, બધો ખર્ચ માથે પડ્યો, સરકારે ક્યાંયના ના રાખ્યા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 12, 2019, 9:57 PM IST
હરિન માત્રાવાડિયા, રાજકોટ: ગુજરાત સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ હેઠળ લેવાનારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે જે બાદ લાખો ઉમેદવારોને અસર પહોચી છે. ઘણા ઉમેદવારો એવા છે કે જે વર્ષોથી મહેનત કરતા હતા અને અનેક મુશ્કેલીઓ સહન કરી પરીક્ષાની તૈયારી કરતા હતા, પરંતુ અચાનક જ પરીક્ષા રદ થતા ઉમેદવારો અને તેના પરિવારો પર જાણે કે ચિંતાનું આભ ફાટી પડ્યું હોઈ તેવી સ્થિતિ સર્જાણી છે, આવાજ રાજકોટના બે ઉમેદવારો છેકે જે ની કહાની કૈક અલગ છે.

આ છે રાજકોટમાં રૂમ રાખી ને સ્પર્ધામક પરીક્ષાની તૈયારી કરતા બે ઉમેદવારો. બને ઉમેદવારોની કહાની કૈક અલગ જ છે. કેમ કે સ્પર્ધામાંત્ક પરીક્ષા માટે બંને ઉમેદવારો ગામડાથી રાજકોટમાં રૂમ રાખી રહે છે અને રાજકોટમાં રહેવા, જમવા અને અભ્યાસનો તમામ ખર્ચ પોતાના ગામડે રહેતા પરિવાર પાસેથી મંગાવે છે.

રાજ વૈષ્ણવ અને ગૌરવ વૈષ્ણવ એ પડધરી તાલુકાના ઉકરડા ગામના રહેવાસી છે, રાજ અને ગૌરવનો પરિવાર ખેતી કામ કરે છે. રાજ પોતાના પરિવાર સાથે ખેતીના કામ સાથે સંકળાયેલો છે. ખેતી થાકી પોતાના પરિવાર આજીવીકા કમાઈ છે અને ઘરનું ગુજરાન ચલાવે છે. જે સમયે સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત આવી ત્યારે રાજ ખેતી કામ મૂકી રાજકોટ આવી ગયો અને ભાડા પર રૂમ રાખી પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો. રૂમ ભાડું, ભોજન સહીત મીનીમમ ૭ હજાર જેવો ખર્ચ થાય છે જે રાજે પોતાના ઘરેથી મંગાવવો પડી રહ્યો છે, એટલે કે એક સમયે ખેતીમાં મદદરૂપ થતો રાજ આજે પરિવાર પાસેથી રૂપિયા મંગાવી રહ્યો છે. આવા સમયે પરીક્ષા રદ થતા રાજના પરિવારની પણ મુશ્કેલી પણ વધી છે.

રાજની જેમ જ ગૌરવ પણ ઉકરડા ગામનો રહેવાસી છે અને ગૌરવનો પરિવાર પણ ખેતી સાથે સંકળાયેલો છે. ગૌરવે અભ્યાસમાં બીએડ પાસ કર્યું છે અને જેથી જ ગૌરવ એક ખાનગી શાળામાં નોકરી કરતો હતો. પરંતુ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત આવી કે, ગૌરવ રાજકોટ ભાડા પર રૂમ રાખીને રાજકોટ રહેવા લાગ્યો અને અહીં જ પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો. એક સમય હતો જયારે ગૌરવ શાળામાં નોકરી કરતો ત્યારે પોતાના પગારમાંથી ગૌરવ તેના પરિવારને આર્થિક મદદરૂપ થતો. પરંતુ પરીક્ષાની તૈયારીમાં રાજકોટ આવવાનું હું એટલે નોકરી છોડવી પડી અને આજે ગૌરવ પોતાના પરિવાર પાસેથી આર્થિક મદદ માંગવી પડી રહી છે.એક તરફ જે પરીક્ષા રદ કરવામાં આવી તેને લઈને લાખો ઉમેદવારીને સીધી અસર થઇ છે. અને ઉમેદવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણા ઉમેદવારો એવા છેકે જેની આર્થિક પરિસ્થિતિ ખુબ નબળી હોવા છતાં તેવો વર્ષો થી પોતાના કામધંધા મૂકીને પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે હવે આ રદ થયેલી પરીક્ષા નું શું પરિણામ આવે છે અને હવે આ પરીક્ષા ફરીથી કયા દિવસે લેવામાં આવે છે તેને લઈને ઉમેદવારોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે.
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...