ભાજપના રાજમાં મા-બાપ અને દિકરીઓ અસુરક્ષિતઃઅલ્પેશ ઠાકોર

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 10, 2017, 3:09 PM IST
ભાજપના રાજમાં મા-બાપ અને દિકરીઓ અસુરક્ષિતઃઅલ્પેશ ઠાકોર
જેતપુરઃજેતપુરમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે નલિયાની નિર્ભયાકાંડમાં ભાજપને આડે હાથે લીધો છે.આજે સૌરાષ્ટ્રની મુલાકાતે નીકળેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર જેતપુરમાં જય વેલનાથ ઉત્સવ સમિતિના ચોથા સમૂહ લગ્નમાં ખાસ હાજરી આપી કહ્યુ હતું કે ગુજરાતમાં ભાજપના રાજમાં મા-બહેન-દિકરીઓ અસુરક્ષિત બની છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 10, 2017, 3:09 PM IST
જેતપુરઃજેતપુરમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે નલિયાની નિર્ભયાકાંડમાં ભાજપને આડે હાથે લીધો છે.આજે સૌરાષ્ટ્રની મુલાકાતે નીકળેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર જેતપુરમાં જય વેલનાથ ઉત્સવ સમિતિના ચોથા સમૂહ લગ્નમાં  ખાસ હાજરી આપી કહ્યુ હતું કે ગુજરાતમાં ભાજપના રાજમાં મા-બહેન-દિકરીઓ અસુરક્ષિત બની છે.

સમૂહ લગ્નમાં  ઠાકોર પરિવાર ને વ્યસન મુક્તિ માટે જાગૃતિ આપેલ તેમજ નવદનપતિ ને આર્શીવાદ પણ આપેલ ત્યાર બાદ ખાસ ETV સાથે વાતચીત માં હાલમાં નલિયાના નિર્ભીયા કાંડ માટે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. અને કહ્યુ હતું કે ભાજપની ગુજરાત સરકારના રાજમાં બહેની અને દીકરીઓ સલામત નથી. ભાજપ નલિયાકાંડની પીડિતાને માનસિક ત્રાસ આપી સમગ્ર મામલો દબાવી દેવા માગતા હતા અને મોદીના નામ વગર જણાવેલ કે  હંમેશા તમારો ભઇલો બહેનોની રક્ષા માટે ખડે પગે રહશે તેવી મોટી મોટી વાતો કરનાર ભાઈ દિલ્લીમાં જતા બેઠા છે.

ત્યારે ઠાકોર સેના નો આ ભઇલો ગુજરાતની તમામ બહેની સાથે છે નલિયા પ્રકરણમાં અન્ય કોઈ બહેનોને જોકોઈ મુશ્કેલી પડી હોય તો મારી પાસે આવો તેમ જણાવેલ હતું. તેમજ સુપ્રીમ કોર્ટે પણ દુસ્કર્મનો ભોગ બનારને સરકાર પાંચ લાખ ની સહાય કરવા જણાવેલ તો આજ સુધી ભાજપની ગુજરાતની સરકારે કોઈને આવી સહાય કરી નથી. આ બાબતે તેઓ જરૂર પડે કાયદાકીય લડાઈ કરશુ તેમજ સમાજ સેવામાટે જરૂર પડ્યે રાજકારણમાં આગામી 2017 માં પણ જંપલાવસું અને આવતીકાલે નલિયામાં અમારું ડેલીકેશન નલિયા જવાનું છે અને દરેક બાબતો ઉપ્પર તેઓ નજર રાખશે તેમ જણાવેલ હતું તેમજ જેતપુરના કાગવડ ખોડલ ધામ ખાતે માં ખોડલ ના દર્શન કરેલ હતા.

જેતપુરમાં અલ્પેશ ઠાકોરની નલિયાકાંડ મુદ્દે પ્રતિક્રિયા

'ભાજપે ઘટનાને દબાવાનો પ્રયત્ન કર્યો હતો'
'ભાજપના ઈશારે યુવતીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો'
'ગુજરાતની અંદર ભાજપના રાજમાં મા-બાપ અને દિકરીઓ અસુરક્ષિત'
'ભાજપ સરકારના રાજમાં સુપ્રીમનો કાયદો પણ કહે છે'
'ગુજરાત સરકાર કેમ પીડિતાને 5 લાખની સહાય જાહેર કરતી નથી?'

First published: February 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर