Home /News /kutchh-saurastra /

હર હર મહાદેવથી શિવાલયો ગુંજ્યા: રાજકોટમાં રામનાથ મહાદેવ મંદિરમાં સવારથી ભાવિકોનો ઘોડાપુર

હર હર મહાદેવથી શિવાલયો ગુંજ્યા: રાજકોટમાં રામનાથ મહાદેવ મંદિરમાં સવારથી ભાવિકોનો ઘોડાપુર

હર

હર હર મહાદેવથી શિવાલયો ગુંજ્યા:રાજકોટમાં રામનાથ મહાદેવ મંદિરમાં સવારથી ભાવિકોનો ઘોડાપુર

બાર જ્યોતિર્લિંગ પૈકી સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથમાં સવારના ચાર વાગ્યાથી ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ રાજકોટની આજી નદીના મધ્યમાં બિરાજતા રાજકોટના ગ્રામ્ય દેવતા એવા રામનાથ મહાદેવ ને મનાવવા પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

વધુ જુઓ ...

    આજરોજ રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં દેવોના દેવ મહાદેવ ની મહાશિવરાત્રીના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશના બાર જ્યોતિર્લિંગ પૈકી સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથમાં સવારના ચાર વાગ્યાથી ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ રાજકોટની આજી નદીના મધ્યમાં બિરાજતા રાજકોટના ગ્રામ્ય દેવતા એવા રામનાથ મહાદેવ ને મનાવવા પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભક્તો પોતાની આસ્થાને શક્તિ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ પર દ્રવ્યથી અભિષેક કરી રહ્યા છે. દૂધ, દહીં, ઘી, શહદ, ગંગાજલ, નાગકેસર સહિત નાં દ્રવ્યોથી ભગવાન ભોળાનાથ નો અભિષેક કરી રહ્યા છે. તો સાથે લોકો બિલ્વપત્ર, બિલ્વ ફલ તેમજ ધતુરાના ફૂલ પણ ચડાવી રહ્યા છે.


    આ પણ વાંચો: વ્લાદિમીર પુતિને રશિયાના અબજોપતિઓને કરવ્યું અબજો ડોલરનું નુકશાન


    ધર્મેશભાઈ નામના ભાવિકે જણાવ્યું હતું કે, હું તો રામનાથ મહાદેવ દાદાના સાંનિધ્યમાં 365 દિવસ દર્શન કરવા આવું છું. સવારે દાદાના દર્શન કરીને જ મારા દિવસની શરૂઆત કરૂ છું. આ અલૌકિક જગ્યા છે. મને દાદાએ શું આપ્યું એ કલ્પના બહારની વાત છે. રામનાથ મહાદેવ મંદિરે આવેલા મહિલા ભાવિક કિંજલબેન એ જણાવ્યું હતું કે, રામનાથ દાદા સ્વયંભૂ મહાદેવ છે. અહીં સાક્ષાત સોમનાથ દાદાના દર્શન થાય તેવી અનુભૂતિ થાય છે.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Lord shiva, Mahashivratri 2022, Rajkot city, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन