સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર: રાજકોટ પાસે અહીં બનશે AIIMS હોસ્પિટલ, જુઓ મંજૂર લે-આઉટ પ્લાન, કેવી હશે સુવિધા?


Updated: October 21, 2020, 7:19 PM IST
સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર: રાજકોટ પાસે અહીં બનશે AIIMS હોસ્પિટલ, જુઓ મંજૂર લે-આઉટ પ્લાન, કેવી હશે સુવિધા?
રાજકોટ પાસે પરાપીપળીયામાં બનશે એઈમ્સ હોસ્પિટલ

આગામી 30 વર્ષમાં ઊભી થનારી તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરવામાં આવશે.

  • Share this:
રાજકોટ: સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે, તબીબી સારવાર લેવા માટે હવે સૌરાષ્ટ્ર વાસીઓએ મુંબઈ કે દિલ્હી જવાની જરૂરિયાત નહીં રહે કારણ કે, રાજકોટના પરાપીપળીયા ખાતે બની રહેલા એઇમ્સ હોસ્પિટલના બાંધકામનો મુખ્ય લે આઉટ પ્લાન મંજૂર થઈ ચૂક્યો છે. ત્યારે જુઓ કયા પ્રકારની હશે સુખ સુવિધાઓથી ભરપુર એઇમ્સ હોસ્પિટલ.

એઇમ્સમાં હશે મેડિકલ કોલેજ, આંતરીક રસ્તાઓ,પોલીસ ચોકી, સ્ટાફ માટેની રહેણાંક કોલોની, ફાયર સેફટી સુવિધા, વાહન પાર્કિંગ સહિતની અનેક જોગવાઈ. આગામી 30 વર્ષમાં ઊભી થનારી તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરવામાં આવશે.

પંદર દિવસ પૂર્વે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, 2022 પહેલા એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરી દેવામાં આવશે. ત્યારે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા એઈમ્સ હોસ્પિટલના બાંધકામ માટેનો મુખ્ય લે આઉટ પ્લાન મંજૂર કરી દેવામાં આવ્યો છે.

AIMS હોસ્પિટલ લે-આઉટ પ્લાન


રાજ્ય સરકાર દ્વારા જે 200 એકર જમીન એઈમ્સના સત્તાધિશોને સોંપવામાં આવી છે, તેમાં હવે કમ્પાઉન્ડ વોલ તેમજ જમીન નો કામ મોટાભાગે પૂર્ણ કરી દેવામાં આવશે. તો સાથે જ આગામી દિવસોમાં જુદી જુદી અલગ-અલગ 19 બિલ્ડિંગોના પ્લાન પણ તબક્કાવાર મંજૂર કરવામાં આવશે.

દારૂની હેરાફેરી: અમદાવાદ પોલીસ અધિકારી જ દારૂની ડિલિવરી આપવા પહોંચ્યો રાજકોટ, હવે શું થશે?દારૂની હેરાફેરી: અમદાવાદ પોલીસ અધિકારી જ દારૂની ડિલિવરી આપવા પહોંચ્યો રાજકોટ, હવે શું થશે?

જુદી જુદી 19 બિલ્ડિંગો બનાવવામાં આવશે

એઈમ્સ હોસ્પિટલમાં હાઇટેક સાધનો સાથેના ઓપરેશન થિયેટરો તેમજ ઓપીડી માટે જુદી જુદી બે બિલ્ડિંગ પણ બનાવવામાં આવશે. એઈમ્સ હોસ્પિટલમાં પોલીસ ચોકો, કર્મચારીઓના રહેણાંક માટે ની કોલોની સહિત જુદી જુદી 19 બિલ્ડિંગ ના પ્લાન તબક્કા વાર મૂકવામાં આવશે. જેમને સમયાંતરે રૂડા દ્વાર મંજૂરી આપવામાં આવશે.

આગામી 30 વર્ષમા ઉભી થનારી જરૂરીયાતને ધ્યાને રાખી બનાવવામાં આવશે એઈમ્સ હોસ્પિટલ

તમને જણાવી દઈએ કે, આગામી 30 વર્ષમાં ઊભી થનારી તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરવામાં આવશે. આમ, આગામી વર્ષોમાં 200 એકરમાં બનશે રાજકોટના પરા પીપળીયા ખાતે એઈમ્સ હોસ્પિટલ.

ઉલ્લેખનીય છે કે, આમ, ગુજરાત રાજ્યમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ ( એઈમ્સ ) માટે ઘણાં સમયથી માંગ સાથે વિવાદ પણ રહ્યો હતો. જેમાં વડોદરા અને રાજકોટનાં સ્થળ વિવાદ સહીત જસદણની પેટાચૂંટણી વખતે પણ જાહેરાતનો વિવાદ થયો હતો. આમ છતાં વર્ષો બાદ સૌરાષ્ટ્રવાસીઓની માંગ સંતોષાઈ છે અને રાજકોટમાં એઈમ્સ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્ર સરકારનાં આરોગ્ય મંત્રાલયે આ પ્રોજેક્ટને મંજુરી પણ આપી દીધી છે.આગામી વર્ષોમાં 200 એકરમાં બનશે રાજકોટના પરા પીપળીયા ખાતે એઈમ્સ હોસ્પિટલ.
Published by: kiran mehta
First published: October 21, 2020, 7:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading