રાજકોટ: કુખ્યાત ઇબ્રાહિમ ઉર્ફે ઈભલાનો સાગરીત સલીમ કાથરોટિયા ઝડપાયો

રાજકોટ: કુખ્યાત ઇબ્રાહિમ ઉર્ફે ઈભલાનો સાગરીત સલીમ કાથરોટિયા ઝડપાયો
આરોપી સલીમ.

Rajkot crime branch: ઈભલા ખાટકી અને તેની ટોળકીના માણસો વિરૂદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, બળજબરીથી પૈસા પડાવવા સહિત 50થી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન (Rajkot A division police Station) વિસ્તારમાં આવેલા મોચી બજારમાં 19 ડિસેમ્બર, 2020ના રોજ હત્યાના પ્રયાસ (Attempt to Murder)નો એક બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં મુખ્ય સૂત્રધાર કુખ્યાત ઈભલા ઉર્ફે ઇબ્રાહિમ કરીમભાઈ કાથરોટિયા અને તેની ટોળકીની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. આ મામલે એ ડિવિઝન પોલીસે હત્યાની કોશિષના ગુનામાં ફરાર આરોપી સલીમ કાથરોટિયાની ધરપકડ કરી છે. કેસમાં મુખ્ય સૂત્રધાર ઇભલા સહિત અન્ય આરોપીઓ ફરાર છે.

સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો મોચી બજારના ખાટકીવાસમાં રહેતા અલ્તાફભાઈના પુત્રનું બાઈક થોડા દિવસો પહેલા ઈભલાના ભાઈ સલીમ કાથરોટિયા અને ફિરોઝ કટારિયાએ કેસરી હિન્દ પુલ નજીકથી પડાવી લીધું હતું. બાઇક પરત આપી દેવા માટે અલ્તાફભાઈએ આરોપીના ભાઈને ફોન કરતાં ઝઘડો થયો હતો. આ ઝઘડાનું વેર રાખીને 19 ડિસેમ્બર, 2020ના રોજ નામચીન ઈભલો ઉર્ફે ઈબ્રાહીમ હબીબભાઈ કાથરોટિયા અને તેની ટોળકીએ મચ્છીપીઠ નજીક અલ્તાફભાઈ અને તેના ભાણેજ અક્રમ ઉપર છરી તેમજ ધોકાથી હુમલો કર્યો હતો.



આ પણ વાંચો: વડોદરા: હવે બેંક લૉકરમાં પણ પૈસા સલામત નથી, ઊધઈ 2.20 લાખ રૂપિયાની નોટો ખાઈ ગઈ!

સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ સી.જી જોષીએ જણાવ્યું હતું કે, "પીએસઆઈ જે.એમ.ભટ્ટ તેમજ તેમની ટીમના રામભાઈ વાંકને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે હત્યાની પ્રયાસમાં ફરાર સલીમ કાથરોટિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે જ આરોપીના રિમાન્ડની માંગણી અર્થે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો તે અગાઉ મારામારી પ્રોહિબિશન સહિત જુદા જુદા ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

આ પણ વાંચો: શું ચાઇનાનો મોબાઈલ ફોન સગાઈ તોડાવી શકે છે? 'હીના'ની બહેનની વાતોએ જગાવી ચર્ચા!

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે અન્ય એક ફરાર આરોપી ફારુક કટારિયા મોરબી રોડ પર આવેલા ઓવરબ્રિજ પાસે આંટાફેરા મારી રહ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે આરોપી ફારૂક કટારિયાની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો અત્યારસુધીમાં આરોપી હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આરોપી વિરુદ્ધ તમામ ગુના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલાં છે.

આ પણ વાંચો: અમદાવાદ: જુહાપુરામાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, આરોપીએ પોલીસ પર કાર ચઢાવી દીધી

આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફારૂક કટારિયા અને સલીમ કથરોટિયાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હજુ ઇભલા સહિત અન્ય આરોપી ફરાર છે. પોલીસે તેમને શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ઈભલા ખાટકી અને તેની ટોળકીના માણસો વિરૂદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, બળજબરીથી પૈસા પડાવવા સહિત 50થી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:January 22, 2021, 14:23 pm

ટૉપ ન્યૂઝ