વધુ એક ધરતીપુત્ર હિંમત હાર્યો, ત્રણ દિવસમાં પાંચ ખેડૂતોનો આપઘાત

News18 Gujarati
Updated: November 17, 2018, 7:48 AM IST
વધુ એક ધરતીપુત્ર હિંમત હાર્યો, ત્રણ દિવસમાં પાંચ ખેડૂતોનો આપઘાત
ન્યૂઝ18 ક્રિએટિવ

એક તરફ આ વર્ષે જાણે મેઘરાજા રીંસાયા છે, તો બીજી બાજુ સરકારની નીતિને કારણે રાજ્યના ખેડૂતોની માઠી દશા બેઠી છે

  • Share this:
એક તરફ આ વર્ષે જાણે મેઘરાજા રીંસાયા છે, તો બીજી બાજુ સરકારની નીતિને કારણે રાજ્યના ખેડૂતોની માઠી દશા બેઠી છે, ધરતીપુત્ર પાણીની અછતને કારણે પાક નિષ્ફળ જવાની બીકે આયખુ ટુંકાવી રહ્યાં છે. રાજ્યમાં દિવસે ને દિવસે ધરતીપુત્રો હિમ્મત હારી રહ્યાં છે, બીજી બાજુ સરકાર હજુ પ્લાનિંગ જ કરી રહી છે, છેલ્લા 3 દિવસમાં પાંચ ખેડૂતોના આપઘાતથી રાજ્યમાં ચકચાર મચી છે.

આજે જૂનાગઢના ખેડૂતે બગીચા માટે લીધેલી લોન ન ભરી શકતા કર્યો આપઘાત
આજે જૂનાગઢના માળીયા હાટીના પીપળવા ગામે ચીમન ગોવિંદ સોલંકી નામના ખેડૂતે આપઘાત કર્યો છે. ર્ષ પહેલા ખેડૂતે આંબાના બગીચા માટે લોન લીધી હતી, પરંતુ પાક નિષ્ફળ જતા ખેડૂત દેવામાં ડુબી ગયો અને આર્થિક સંકડામણને લઈ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.

આજે સુરેન્દ્રનગરના ખેડૂતે 40 વિઘા જમીનનો પાક નિષ્ફળ જતા કર્યો આપઘાત
સુરેન્દ્રનગરના સાયલના નાગકડા ગામનો રહેવાસી ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરે આપઘાત કર્યો છે. ખેડૂતે તેમના ઘરેથી બહાર જવાનું કહી જૂના મકાનમાં જઇને ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમના ખેતરમાં પાક વાવેલો હતો. જોકે પુરતો વરસાદ ન થતા પાક બચાવવા ખેડૂત વધુ ચિંતામાં ઘેરાઈ ગયો હતો અને પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાથી પરિવાર પર આફત આવી પડી છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત કપરી બનતી જઇ રહી છે. પાકના ઓછા ભાવ અને ઉપરથી આ વર્ષે પડેલા ઓછા વરસાદના કારણે પાકનું ઉત્પાદન પણ તેટલી માત્રામાં થયું નથી. અને જે ઉત્પાદન દેખાઇ રહ્યું છે તેના ટેકાના ભાવ સહિત પાકના નહિવત ભાવ મળી રહ્યા છે. જેને લઇને ઘરતીનો તાત તકલીફમાં મૂકાયો છે.

જસદણમાં કુવામાં પાણી ન આવતા આપઘાતમંગળવારે જસદણમાં એક ખેડૂતે પાક નિષ્ફળ જવાની બીકે આપઘાત કરી લીધો હતો. જસદણના ગીતાનગરમાં રહેતાં શિવરાજભાઇ માંજરિયાએ મંગળવારે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા શિવરાજભાઇએ પોતાના ખેતરમાં કુવો કરાવ્યો હતો. જો કે કુવામાં પાણી ન આવતાં શિવરાજભાઇ હિમ્મત હારી ગયા હતા, અને આયખુ ટૂંકાવી લીધું હતું.

દ્વારકામાં ખેડૂત યુવકનો આપઘાત

તો દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે એક ખેડૂતે આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર ખેડૂતનું નામ વિરમ હાથીયા ખુંટી હતું. ખેડૂતે શનિવારે ગેસના ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર માટે પોરબંદર હોસ્પિટલ ખસેડાયા હતા. બાદમાં તબિયાત ખરાબ થતાં વધારે સારવાર માટે જૂનાગઢ લઇ જવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન રવિવારે ખેડૂતનું મોત નિપજ્યું હતુ. 33 વર્ષીય વિરમ હાથીયા ખુંટીને છેલ્લા કેટલાક દિવસથી આર્થિક સંકડામણ હોવાથી અંતે કંટાળીને આ પગલુ ભર્યુ હોવાની પરિવાર દ્વારા માહિતી મળી છે. પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે કે તેમના માથે દેવું વધી જતા આપઘાત કરી લીધો છે.

 

દેવભૂમી દ્વારકામાં આર્થિક સંકડામણને લઈ ખેડૂતનો આપઘાત
દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. જેનું નામ વિરમ હાથીયા ખુંટી છે. ખેડૂતો શનિવારે  ગેસના ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર માટે પોરબંદર હોસ્પિટલ ખસેડાયા હતા. બાદમાં તબિયાત ખરાબ થતાં વધારે સારવાર માટે જૂનાગઢ લઇ જવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન રવિવારે ખેડૂતનું મોત નિપજ્યું હતુ. 33 વર્ષીય વિરમ હાથીયા ખુંટીને છેલ્લા કેટલાક દિવસથી આર્થિક સંકડામણ હોવાથી અંતે કંટાળીને આ પગલુ ભર્યુ હોવાની પરિવાર દ્વારા માહિતી મળી હતી.

સીએમ વિજય રૂપાણીનું ખેડૂતના આપઘાતને લઈ પ્રથમવાર નીવેદન
ખેડૂતોની આત્મહત્યા માટે રવિ પાકની નિષ્ફળતા કારણ ના હોવાનું સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું છે. તેમણે ન્યુઝ 18 ગુજરાતી સાથેની એક્સલ્યુઝિવ વાતચીતમાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે, આત્મહત્યા પાછળ અલગ અલગ કારણો પણ જવાબદાર હોય છે. પાક નિષ્પળ જવાના કારણે જ ખેડૂતોએ આપઘાત કર્યો નથી.

કોંગ્રેસ પ્રમુખે ખેડૂતોના આપઘાતને લઈ સીએમના રાજીનામાની કરી હતી માંગ
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર નિશાન તાકતા કહ્યુ હતું કે, ખેડૂતને ઉત્પાદનના પુરતા ભાવ નથી મળી રહ્યા. બીજી તરફ ખેડૂત દેવાદાર બની રહ્યો છે. જેના પગલે ખેડૂતો આજે આપઘાત તરફ વળી રહ્યા છે. આ સરકાર માત્ર વાહવાહી મેળવી રહી છે. દર મહિને 2 થી 3 ખેડૂત આપઘાત કરી રહ્યો છે. ભાજપના શાસનમાં ખેડૂતોની આત્મહત્યાઓ વધી રહી છે. ખેડૂતોનું રક્ષણ ન કરી શકતા ગુજરાત સીએમ વિજય રૂપાણીએ તાત્કાલિક રાજીનામુ આપી દેવું જોઇએ, અને ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઇએ, તેવી સીધી માંગ છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 7 નવેમ્બરે અમરેલીના બાબરના ખાખરીયા ગામમાં ધીરૂભાઈ વિંદે નામના ખેડૂતે આપઘાત કર્યો હતો. તો ઓક્ટોબર મહિનામાં 2 ઓક્ટોબરે કુતિયાણાના માંડવા ગામે લખમણભાઈ આહિર, 8 ઓક્ટોબરે ગઢડાના ગૂંદાળા ગામે એક ખેડૂતે ગળેફાંસો ખાધો હતો, 26 ઓક્ટોબરે જામનગરના લાલપુર વાડીના રાણાભાઈ ગાગીયાએ જીવન ટુંકાવ્યું હતું, 27 ઓક્ટોબરે દેવભૂમી દ્વારકાના ધ્રાસવેલના ખેડૂત સોમાભાઈ રોસીયાનીએ આપઘાત કર્યો હતો, 12 ઓક્ટોબરે પોરબંદરના મહિરા ગામના ખેડૂત વિરમ ઓડેદરાએ આપઘાત કર્યો હતો, 10 ઓક્ટોબરે બોટાદના ખેડૂતે આપઘાત કર્યો હતો. જો હજુ સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો, 9 સપ્ટેમ્બરે એમરેલીના ચાંદગઢ ગામના ખેડૂત ભરતભાઈ ખુમાણે પાક નિષ્ફળ જતા, દેવામાં ડુબી જવાના ભયે આપઘાત કર્યો, 25 સપ્ટેમ્બરે દારીના વાવડી ગામે ગભરૂભાઈ જેબરીયાએ 3 વર્ષથી ઉત્પાદન નબળું જતા આપઘાત કર્યો, 28 સપ્ટેમ્બર 2018ના રોજ દ્વારકાના બેહર ગામના ખેડૂતે કર્યો આપઘાત, તો 30 સપ્ટેમ્બર 2018ના રોજ ભાવનગરના સિહોરમાં પાક નિષ્પળ જતા ઝરમરીયા શંકરભાઈ મંજૂભાઈ નામના ખેડૂતે ખેતરમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
First published: November 16, 2018, 11:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading