રાજકોટ : પિતાએ કહ્યું, 'તું મારૂં લોહી નથી', દત્તક દીકરી ઘર છોડીને ભાગી ગઇ

News18 Gujarati
Updated: November 7, 2019, 10:12 AM IST
રાજકોટ : પિતાએ કહ્યું, 'તું મારૂં લોહી નથી', દત્તક દીકરી ઘર છોડીને ભાગી ગઇ
વિશ્વાસ કોઇ પણ સંબંધમાં મહત્વની મૂડી હોય છે. અને જો તમારા બોયફ્રેન્ડ તમારા બોલવા પર પણ પ્રતિબંધ મૂકતો હોય તો તમારે તેને છોડી દેવો જોઇએ. જ્યારે સંબંધોમાં એકબીજાને કંટ્રોલ કરવાનું વાત આવે છે તો તે સંબંધ ત્યાં જ મરી જાય છે. તમે કોઇને પર પણ અનેક બંધન બાંધીને તેને પ્રેમ કરવાનું નથી કહી શકતા. ત્યારે આવી સ્થિતિમાં સંબંધ તોડવા જ સારા રહેશે.

આ સાંભળતા 15 વર્ષની છોકરીથી આ સહેવાયું નહીં અને તે ઘર છોડીને ચાલી ગઇ હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : રાજકોટમાં (Rajkot) દીકરી 4 વર્ષની હતી ત્યારે તેને તેના જ પરિવારમાંથી દત્તક લીધી હતી. પરંતુ થોડા દિવસ પહેલા ગુસ્સામાં પિતાએ દત્તક પુત્રીને કહ્યું કે તું અમારૂં લોહી નથી તને દત્તક લીધી છે એટલે જ તું આવું વર્તન કરે છે. આ સાંભળતા 15 વર્ષની છોકરીથી આ સહેવાયું નહીં અને તે ઘર છોડીને ચાલી ગઇ હતી. જે બાદ માતા પિતાએ દીકરીને શોધવા માટે પોલીસની મદદ લીધી હતી.

આ કેસમાં વિગત એવી છે કે, સગીર છોકરી ઘરે હતી ત્યારે એક છોકરાનો ફોન આવ્યો હતો. ફોન મુકતા જ તેના માતા પિતાને તેની પર શંકા ગઇ હતી કે તેનું આની સાથે કોઇ અફેર ચાલે છે. બંન્ને જણ દીકરી પર ગુસ્સે થઇ ગયા. દીકરીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, તમે જે વિચારો છો તેવું કંઇ જ નથી. તો પણ તેઓ ગુસ્સામાં જ રહ્યાં અને પિતાનાં મોંમાંથી નીકળી ગયું કે, 'મારૂં લોહી હોય તો આવું ન કરે તું દત્તક લીધેલી છે એટલે જ આવી છે.' જે સાંભળતા જ છોકરી રડવા લાગી હતી. બીજા દિવસે તે શાળાએ પણ ન ગઇ. આ દરમિયાન માતાપિતા કામ માટે બહાર ગયા ત્યારે તે ઘરમાંથી ભાગી ગઇ હતી.

આ પણ વાંચો : Hocco ઇટરીનાં ચણા પૂરીમાંથી નીકળ્યો વંદો, હોબાળા બાદ પૈસા પરત કર્યા

તે ભાગીને શહેરની રૈયા ચોકડી પાસે ગઇ હતી. જ્યાં તે આસપાસનાં લોકોને પૂછી રહી હતી કે આસપાસ કોઇ સંસ્થા કે રૂમ હોય તો ત્યાં રહેવું છે. એક વ્યક્તિને તેની પર શંકા જતા 181 હેલ્પલાઇનને જાણ કરી હતી. જેથી ત્યાંના કાઉન્સેલર છોકરીને મળ્યાં હતાં. તેણે છોકરીને આખી વાત પૂછતાં તેણે આપવીતી જણાવી હતી. કાઉન્સેલરે છોકરીને સમજાવતા તે માની ગઇ હતી. જે બાદ તેને તેના ઘરે મોકલી દીધી હતી
First published: November 7, 2019, 10:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading