રાજકોટ : કરૂણ ઘટના! અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારી, આશાસ્પદ યુવતીનું મોત

રાજકોટ :  કરૂણ ઘટના! અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારી, આશાસ્પદ યુવતીનું મોત
મૃતક યુવતી છાયાની ફાઇલ તસવીર

રાજકોટ શહેરમાં માત્ર ચાર દિવસની અંદર જ અકસ્માતની ત્રણ ત્રણ ઘટનાઓ સામે આવી , આ પૈકી અકસ્માતની બે ઘટનાઓમાં બે વ્યક્તિઓના મૃત્યુ

  • Share this:
રાજકોટ શહેરમાં માત્ર ચાર દિવસની અંદર જ અકસ્માતની ત્રણ ત્રણ ઘટનાઓ સામે આવી છે . ત્યારે ત્રણ પૈકી અકસ્માતની બે ઘટનાઓમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે જ્યારે કે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી હતી. અકસ્માત સર્જયા બાદ વાહનચાલક ફરાર થઈ જતા પોલીસે હિટ એન્ડ રન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના કોઠારિયાના ધન લક્ષ્મી પેટ્રોલ પંપ નજીક રહેતી તેમજ જલારામ હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી છાયા વજુભાઈ રૈયાણી મંગળવારના રોજ સવારે પોતાનું એકટીવા લઈને હોસ્પિટલ ખાતે નોકરી કરવા જતી હતી. જે સમયે પુનિત નગર ના ટાંકા પાસે તે જ્યારે પહોંચી હતી. ત્યારે અજાણ્યા વાહનચાલકે તેના એક્ટિવાને ટક્કર મારી હતી. ત્યારે રાહદારીઓ દ્વારા છાયા ને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જોકે ગંભીર ઇજા પહોંચવાના કારણે છાયા હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજયું હતું ત્યારે હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૃતક છાયા બે બહેન અને એક ભાઈ માં નાની હતી. તેના પિતા વજુભાઈનું છ મહિના પહેલાં જ અવસાન થવા પામ્યું હતું. ત્યારે છ મહિનાના સમયગાળામાં રૈયાણી પરિવાર એ ઘરના મોભી તેવા વજુભાઈ તેમજ આધાર સ્તંભ દીકરીને અકસ્માતમાં ગુમાવતાં પરિવારમાં ગમગીની માહોલ છવાયો છે.

આ પણ વાંચો :  ગઢડા : નશાએ બે યુવકોનો જીવ લીધો,સળગતા ઈંટોના ભઠ્ઠામાં રાત્રે ઊંઘી ગયા, સવાર પડતા મોત

ઉલ્લેખનીય છે કે ગત રવિવારના રોજ સવારના ભાગે શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથ પરા નજીક ઓવરબ્રિજ નીચે પાડી સાથે બાઈક અથડાતાં યુવક ઉલડીને પુલ પરથી નીચે પટકાયો હતો. ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહેલા રાહદારીઓએ તાત્કાલિક અસરથી 108 તેમજ રાજકોટ શહેર પોલીસને જાણ કરી હતી. ત્યારે બનાવની જાણ થતાની સાથે જ 108ની ટીમ તેમજ રાજકોટ શહેર પોલીસની બી ડિવિઝન ઘટનાસ્થળ પર પહોંચી હતી. ક્યારે ઘટના સ્થળ પર પહોંચેલી 108 ની ટીમે યુવક પુજન રાજ નિલેશભાઈ ચાવડાને મૃત જાહેર કર્યો હતો. જ્યારે કે બી ડિવિઝન પોલીસના અધિકારીઓ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી યુવકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.

જ્યારે અકસ્માતની બીજી ઘટના રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર નજીક ઘટી હતી. હાલ કોરોના મહામારી ના કારણે રાજકોટ સહિત રાજ્યભરના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે રાત્રિ કરફ્યુ આગામી ૩૧મી જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યો છે. ત્યારે રાજકોટમાં શનિવારની રાત્રે 10 વાગ્યાથી રાત્રી કર્ફ્યુ ની શરૂઆત કરી દેવામાં આવી હતી. ત્યારે મહિલા કોલેજ પર બ્રિજ ખાતે રાત્રી કર્ફ્યુ દરમિયાન એ ડિવિઝન પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડના માણસો ચેકિંગમાં હોય છે. ત્યારે શનિવારની રાત્રીના પણ કર્ફ્યુ નું પાલન કરાવવા માટે એ ડિવિઝન પોલીસ નો સ્ટાફ તેમજ ટ્રાફિક બ્રિગેડના માણસો ચેકિંગ કરી રહ્યા હતા.

આ પણ વાંચો :    રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો, 24 કલાકમાં 485 નવા કેસ

આ સમયે પોલીસને જોઇ જતા કારચાલકે રોંગ સાઈડમાં કાર ચલાવી પુરપાટ ઝડપે ભાગી રહ્યો હતો. ત્યારે કોટેચા ચોક થી મહિલા કોલેજ અન્ડરબ્રિજ તરફ સ્ટર્લિંગ હોસ્પિટલમાં લેબોરેટરી ટેકનીશીયન તરીકે ફરજ બજાવતો કરણ અનિલભાઈ પરમાર નામનો યુવાન પોતાની નોકરી પૂર્ણ કરી આવી રહ્યો હતો. આ સમયે સાઈડમાં આવતી કારે તેના બાઇકને ટક્કર મારતા તે 50 ફૂટ સુધી ઘસડાયો હતો. ત્યારે અકસ્માતમાં ઘવાયેલા યુવકને રાહદારીઓ દ્વારા તાત્કાલીક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તો સાથે જ કારચાલકની ધરપકડ કરી લાયસન્સ રદ્ કરવા સુધીના કાયદાકીય પગલાં પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે રાજકોટ શહેરના અમુલ સર્કલ નજીક બી.એમ.ડબલ્યુ હંકારી રહેલા ડોક્ટરે એક બાઈકને અડફેટે લીધું હતું જેમાં કોર્પોરેશનના કર્મચારીનું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે ડોક્ટર વિરૂદ્ધ આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.
Published by:Jay Mishra
First published:January 19, 2021, 21:42 pm

ટૉપ ન્યૂઝ