રાજકોટઃ વિધવા બહેન ઉપર દુષ્કર્મ આચરનાર ભૂપતે નાના ભાઈની પત્નીને પણ બનાવી હતી હવસનો શિકાર


Updated: October 19, 2020, 5:25 PM IST
રાજકોટઃ વિધવા બહેન ઉપર દુષ્કર્મ આચરનાર ભૂપતે નાના ભાઈની પત્નીને પણ બનાવી હતી હવસનો શિકાર
પ્રતિકાત્મક તસવીર

હવસખોર ભૂપતે પોતાની વિધવા બહેનની સાથે સાથે નાનાભાઈની પત્ની અને તરુણી ઉપર પણ દુષ્કર્મ આચર્યું હતું.

  • Share this:
રાજકોટઃ હળાહળ કળિયુગની પ્રતીતિ થવા પામી છે. રાજકોટમાં જ્યાં સગા ભાઈએ પોતાની બહેન સાથે (sister rape) એક વાર નહીં પરંતુ અનેક વખત દુષ્કર્મ આચર્યું છે. ત્યારે પોલીસે બહેનનું શિયાળ લુંટનાર નરાધમ ભાઈની (Brother arrested) ધરપકડ કરી તેને જેલના સળિયા ગણાવતો કરી દીધો છે. તેમજ ભૂતકાળમાં ભૂપતે એક તરુણીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

સામાન્યતઃ આપણે ત્યાં સ્ત્રીઓ પર અત્યાચાર તેના પરિચિતો દ્વારા આચરવામાં આવતા હોય છે. ત્યારે દુષ્કર્મના કિસ્સામાં અનેક વખત લોહીના જેમની સાથે સંબંધો હોઈ છે. તે લોકો જ પોતાની હવસ ને સંતોષવા માટે જેમની સાથે લોહીના સંબંધો હોઈ તેમને જ પોતાનો શિકાર બનાવતા હોય છે.

ત્યારે રાજકોટમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જે વ્યક્તિને જોઈ રહ્યા છો તેમનું નામ ભૂપત છે આ શખ્સ પર આરોપ છે કે તેને છેલ્લા સોળ વર્ષમાં અનેક વખત તેની સગી બહેન પર દુષ્કર્મ આચર્યું છે.ભૂપતે પોતાની જે બહેન પર દુષ્કર્મ આચર્યું તેનો પ્રથમ પતિ ગુજરી જતા તે પોતાના ભાઈ ભૂપતના ઘરે રહેવા આવી હતી. તે સમયે બહેનની લાચારીનો ફાયદો ઉઠાવી અનેક વખત ભૂપતે પોતાની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદ: 'સાહેબ જલ્દી પોલીસ મોકલો અહીં ગરબા રમાય છે' જેવા ઢગલાબંધ ફેક મેસેજથી પોલીસની થઈ ઊંઘ હરામ

જે બાદ તેની બહેને દિયરવટુ કરી સાસરે ચાલી ગઈ હતી. જે બાદ પણ અનેક વખત ભૂપતે પોતાની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. તો સાથે જ ભૂતકાળમાં ભૂપતે પોતાના નાના ભાઈ ની પત્નીને પણ પોતાની વાસના સંતોષવા પોતાનો શિકાર બનાવી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ ઘરનો દરવાજો ખુલ્લો મૂકી પાળતુ કૂતરાને ફરવા લઈ જવું ભારે પડ્યું, ઘરે આવી જોયું તો રોવાનો વારો આવ્યોઆ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! દૂધ લેવા જતી મેનેજરની પત્નીને રોમિયોએ કર્યા ગંદા ઈશારા, હાથ પકડી ચીઠ્ઠી પકડાવી

તેમજ ભૂતકાળમાં ભૂપતે એક તરુણીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે ગુના અંતર્ગત તેને જેલવાસ પણ ભોગવવાનો વારો આવ્યો હતો. સોળ વર્ષે પીડિતાએ પોતાના પરિવારને પોતાની આપવીતી જણાવતા ભૂપતનો ભાંડો ફૂટી ગ્યો છે. જેના કારણે ભૂપતને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, શહેરના ગોકુલધામ પાસે ગોકુલનગર-3માં રહેતા ભુપત નાનજીભાઈ ધોળકિયા નામના શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 376, 506 (2), 323 મુજબ તેની જ સગી વિધવા બહેનને ધાકધમકી આપી મારકુટ કરી સોળ વર્ષ દરમિયાન અવાર નવાર બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી કોઈને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપ્યાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. હાલ તો પોલીસે બહેનની ફરિયાદને આધારે ભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બળાત્કારી ભાઈની પૂછપરછ હાથ ધરી છે.
Published by: ankit patel
First published: October 19, 2020, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading