રાજકોટમાં સાઇબર ક્રાઈમ વિભાગમાં એક અરજી આવેલી હતી, જેમાં પોતાના ફેસબુક આઇ.ડી. પર કોઇ વ્યકિત મહિલા ના નામે ફેસબુક આઇ.ડી. પરથી મેસેજ મોકલતો હોવાનું સામે આવ્યું હતું.
મહિલાના ફેક આઈડીથી આવતા મેસેજથી પ્રતિષ્ઠાને હાની પહોંચાડેલ છે. જેને લઈને અરજીની રીપોર્ટ કરી માહિતી મંગાવતા આ ફેક ફેસબુક આઇ.ડી. પરમજીતસિંઘ કરમસિંઘ જગદેવ રાજકોટ શહેરના રહેવાસીએ બનાવ્યું હતું.
પોલીસે તપાસ કરતા અરજદારની ફરીયાદ પરથી આરોપી વિરધ્ધ આઇ.ટી. એકટ કલમ ૬૬ (ડી) મુજબનો ગુને દાખલ કરી કોવિડ-૧૯ નો રીપોર્ટ કરાવ્યા બાદ આજરોજ ધોરણસર અટક કરવામાં આવેલ છે. પરમજીતસિંઘ મહિલાના નામે ખોટું આઈડી બનાવ્યું હતું અને અન્ય લોકોને મેસેજ કરતો હતો.
સમગ્ર મામલાને લઈને ભોગ બનનારે રાજકોટ સાઇબર ક્રાઈમમાં અરજી આપી હતી, જેની તપાસમાં ફેક આઈડી બનાવનાર પોલિસે શોધી તેની ધરપકડ કરવામાં આવી છે તો સાથે જ હવે આ ફેક ફેસબુક આઈડી બનાવનાર વ્યક્તિ દ્વારા અન્ય કોઈ લોકોને આ પ્રકારે મેસેજ કરવામાં આવ્યા છે કે કેમ અથવાતો અગાવ કોઈ ફેક આઈડી બનાવ્યા છે કે કેમ આવા અલગ અલગ મુદ્દાઓ વિષે પૂછપરછ પણ કરવામાં આવશે.
મહત્વનું છે કે, જે રીતે કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે લોકોને કોઈ ધંધો રોજગાર નહીં હોવાથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. લોકડાઉન દરમ્યાન ડીઝીટલ અને સોશિયલ મધ્યમોનો પણ ખૂબ ઉપયોગ થયો હતો. આવા સમયે અમુક તત્વો દ્વારા સસોશીયલ મીડિયાનો દુરઉપયોગ કરવામાં પણ આવ્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.