Home /News /kutchh-saurastra /

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી, યાર્ડમાં નવી જણસીની આવક બંધ કરાઈ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી, યાર્ડમાં નવી જણસીની આવક બંધ કરાઈ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી

હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાથી તકેદારીના ભાગરૂપે બેડી માર્કેટિંગ યાર્ડમાં જણસોની નવી આવકો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ હાલ ખુલ્લામાં પડેલા માલનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વધુ જુઓ ...
    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : શહેર - જિલ્લામાં આજે વહેલી સવારથી હવામાન વિભાગની આગાહીને પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્ર ભરમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાથી તકેદારીના ભાગરૂપે બેડી માર્કેટિંગ યાર્ડમાં જણસોની નવી આવકો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ હાલ ખુલ્લામાં પડેલા માલનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

    શહેરના માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ ચણા, ઘઉં, લસણ, મગફળી સહિતના પાકની આવક થઈ રહી છે. જો કે સતાધીશો દ્વારા ખેડૂતોને હવે નવી જણસ નહીં લાવવા જણાવાયું છે. અને ખુલ્લામાં જણસ નહી ઉતારવાની તેમજ ખેડુતોએ પાલમાં નહીં કોથળામાં જણસ લાવવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ખુલ્લામાં પડેલા માલ પહેલા નિકાલ કરવામાં આવનાર હોવાનું પણ એક યાદીમાં જણાવાયું છે. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, મગફળી ચણા તેમજ મરચાંની આવક બંધ કરવામાં આવી છે. આગાહીના પગલે બે દિવસ સુધી આવક બંધ કરવામાં આવી છે.

    આ પણ વાંચો: સુરત કાપડ બજારમાં શ્રીલંકાની આર્થિક કટોકટીની અસર દેખાઇ

    ગુજરાતનાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધીમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત આજે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે અત્યાર સુધી કોઈપણ સ્થળે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું નથી. પણ વાતાવરણ જોતા ગમેત્યારે વરસાદ પડવાની સંભાવના જણાઈ રહી છે. જેને લઈ સૌરાષ્ટ્રનાં સૌથી મોટા ગણાતા રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ ખેડૂતો આવતા હોવાથી ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અને ખેડૂતોને વાતાવરણ સામાન્ય ન થાય ત્યાં સુધી નવી જણસો નહીં લાવવા જણાવાયું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Rajkot city, ખેડૂતો, રાજકોટ

    આગામી સમાચાર