Rajkot accident news: મધ્યપ્રદેશના (Madhya pradesh) વતની અને હાલ કોઠારીયા ગામ ખાતે ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરનારા જુવાનસીંગ ભાભોર અને તેમના પત્ની નંદુબેન શાકભાજી તેમજ હાર્ડવેરની વસ્તુઓ લેવા બહાર નીકળ્યા હતા.
રાજકોટઃ રાજકોટ શહેરના (Rajkot) કોઠારિયા ગામ પાસે અકસ્માતની (accident) વધુ એક ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં પતિની નજર સમક્ષ જ પત્નીનું મોત (wife accident) નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ડમ્પર (dumper diver) ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુળ મધ્યપ્રદેશના (madhya pradesh) વતની અને હાલ કોઠારીયા ગામ ખાતે ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરનારા જુવાનસીંગ ભાભોર અને તેમના પત્ની નંદુબેન શાકભાજી તેમજ હાર્ડવેરની વસ્તુઓ લેવા બહાર નીકળ્યા હતા.
ત્યારે કોઠારીયા ગામ પાસે આવેલી પાર્થ પાવર સોલ્યુશન નામની દુકાન પાસે પહોંચતા ડમ્પર ચાલકે બાઈક સાથે દંપતીને અડફેટે લીધા હતા. જેના કારણે નંદુ બેન ના મોઢા પરથી ડંપર નું વ્હીલ ફરી વળતા તેમના પતિની નજર સમક્ષ જ તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
અકસ્માતનો બનાવ સામે આવતા ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. ત્યારે અકસ્માતની ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ ઘટના સ્થળ પર પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.
પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ નંદુ બેનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકના પતિની ફરિયાદ પરથી ટ્રક ચાલક નિલેશ ભાઈ બાબુભાઈ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત પણ કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં પરપ્રાંતિય દંપતી રાજકોટનાં કોઠારીયા ગામે છેલ્લા 15 વર્ષથી ઈટોના ભઠ્ઠામાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. દંપતિને સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે. આમ ભાભોર દંપતી ખંડિત થતાં ત્રણ જેટલા સંતાનોએ પોતાની માતાને ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ભાભોર પરિવારમાં નંદુ બેન નું અવસાન થતા આક્રંદનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર